Site icon

કેસીનોમાં પોતાની ફોટો જોઇ ભડક્યો આ દિગ્ગ્જ ક્રિકેટ ખેલાડી, હવે કરશે કાનુની કાર્યવાહી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

રવિવાર, 

હાલમાં જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે એક કેસિનોની જાહેરાત કરતો જોવા મળ્યો હતો. હવે માસ્ટર બ્લાસ્ટરે પોતે કહ્યું છે કે આ તસવીરો મોર્ફ (એડિટ ) છે અને હવે તે તેના પર કાયદેસરની કાર્યવાહી પણ કરશે.

એક ટ્વિટમાં સચિને આ નકલી તસવીરોથી ગેરમાર્ગે ન આવવાની અપીલ કરી હતી. તેણે લખ્યું, 'મારી જાણમાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મારી તસવીરો સાથે ચેડા કરીને આવી ઘણી જાહેરાતો બતાવવામાં આવી રહી છે, જેમાં હું કેસિનોની જાહેરાત કરતો જોવા મળી રહ્યો છું. મેં ક્યારેય જુગાર, દારૂ અને તમાકુની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાહેરાત કરી નથી. મને દુઃખ છે કે મારી તસવીરોનો ઉપયોગ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી મારી કાનૂની ટીમ આ બાબતે કાયદેસરની કાર્યવાહી ન કરે ત્યાં સુધી મારા માટે આ માહિતી તમારા બધા સાથે શેર કરવી જરૂરી હતી

અરે વાહ, ભારતના આ રાજ્યમાં હવે હિન્દી માધ્યમમાં શરૂ થશે MBBSનું શિક્ષણ, આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે; જાણો વિગતે
 

ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકરે અત્યાર સુધી ઘણી પ્રોડક્ટ્સની જાહેરાત કરી છે. પરંતુ તે ક્યારેય જુગાર, દારૂ અને તમાકુની જાહેરાત કરતો જોવા મળ્યો ન હતો. સચિન તેંડુલકરે ૨૦૦થી વધુ ટેસ્ટ રમી છે. સચિને ટેસ્ટમાં ૫૧ સદી અને ૧૫,૯૨૧ થી વધુ રન કર્યા છે. તેણે પોતાની કારકિર્દી દરમ્યાન ટેસ્ટમાં ૧૮,૪૨૬ રન બનાવ્યા છે. તમામ ફોર્મેટમાં મળીને સચિનના નામે ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version