Site icon News Continuous Bureau | Mumbai

ફૂલ સ્પીડે આવતી કારે ડિવાઈડર કૂદાવી સામેથી આવતા વાહનોને લીધા ઝપેટમાં, ભયંકર અક્સ્માતના CCTV કેદ; જુઓ વિડીયો, જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

 કર્ણાટક(karnataka)ના મેંગલોરમાં પૂરપાટ ઝડપે આવતી બીએમડબલ્યુ (BMW car) કારે હાહાકાર મચાવી દીધો. આ રોડ અકસ્માતનો ડરામણો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. અકસ્માત 9 એપ્રિલનો હોવાનું કહેવાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો હાલ સારવાર હેઠળ છે. પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Channel

 

પ્રાપ્ત જાણકારી મુજબ આ ઘટના મેંગલોરના બલ્લાલબાગ ચાર રસ્તાએ ૯મીના રોજ બપોરે ૧.૨૦ની છે. અકસ્માતનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આવી રહેલી બેકાબૂ BMW કાર પોતાની લેનમાંથી ડિવાઈડર કૂદાવીને ઓપોઝિટ લેનમાં ઘૂસી જાય છે અને સીધી સ્કૂટી પર સવાર મહિલાને ઝપેટમાં લઈ લે છે. કારની જોરદાર ટક્કર થી સ્કૂટર સવાર મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. BMW કારની ટક્કર માં ઝપેટમાં આવી ગયેલા બીજા વાહનોના ડ્રાઈવર અને સ્કૂટી સવાર મહિલા હાલ સારવાર હેઠળ છે. 

આ સમાચાર પણ વાંચો :  ભાજપે ફરી એકવાર રચ્યો ઈતિહાસ.. વિધાનસભા બાદ હવે વિધાનપરિષદમાં પ્રચંડ જીત, આ પક્ષના સૂપડા સાફ કરી નાખ્યા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ એક અન્ય મહિલા, જે રસ્તો ક્રોસ કરવા માટે ડિવાઈડર નજીક ઉભી હતી, તે BMW કારની ઝપેટમાં આવી ગઈ અને મોતના મોઢામાં ધકેલાઈ ગઈ. જોકે મહિલા બચી ગઈ. અકસ્માત બાદ તરત ત્યાં હાજર લોકોએ બીએમડબલ્યુના ડ્રાઈવરને દબોચી લીધો અને મારવા લાગ્યા હતા. આરોપ છે કે અકસ્માત સમયે BMW નો ડ્રાઈવર દારૂના નશામાં હતો. હાલ પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version