Site icon

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા સંચાલિત શાળા વિશે જાણો- જ્યાં ભણે છે સેલિબ્રિટીના બાળકો અને ચૂકવે છે અધધ- આટલી ફી

News Continuous Bureau | Mumbai

રિલાયન્સ ના ચેરમેન(Reliance Chairman) મુકેશ અંબાણી(Mukesh Ambani) એક ઈન્ટરનેશનલ સ્કૂલ(International School) ચલાવે છે, જેમાં સેલિબ્રિટીના બાળકો(Celebrity children) ભણે છે. સ્કૂલની ફી(School fees) ચોંકી જવાય એવી છે. સામાન્ય માણસો માટે તેમના ગજા બહારની આ સ્કૂલ છે. છતાં વાલીઓ પોતાના બાળકોને દાખલ કરાવવા માટે અહીં લાંબી કતારો લગાવે છે.

Join Our WhatsApp Community

મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને(Dhirubhai Ambani International School) બિઝનેસમેન મુકેશ અંબાણીએ(Businessman Mukesh Ambani) તેમના સ્વર્ગીય પિતાની સ્મૃતિમાં ખોલી હતી. આ સ્કૂલમાં મોટાભાગે સેલિબ્રિટીઝના બાળકો ભણવા આવે છે. આ સ્કૂલમાં સચિન તેંડુલકર(Sachin Tendulkar), શાહરૂખ ખાનથી(Shah Rukh Khan) લઈને શ્રીદેવી (Sridevi) સુધીના બાળકો ભણ્યા છે. આ શાળાના અધ્યક્ષ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે. નીતા અંબાણીની(Nita Ambani) બહેન આ શાળામાં શિક્ષિકા છે.

આ સમાચાર પણ વાંચો : આ સડક સમ્મોહન શું છે- બોમ્બે પુના હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયા પછી નવી ચર્ચા સામે આવી

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ દેશની ટોપ 10 સ્કૂલોમાં સામેલ છે. 2003માં શરૂ થયેલી આ સ્કૂલને નંબર વન ઈન્ટરનેશનલ સ્કૂલનું બિરુદ પણ મળ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાત માળની આ સ્કૂલમાં LKG થી સાતમા ધોરણ સુધીની ફી રૂ. 1 લાખ 70 હજાર, ધોરણ આઠમા થી દસમા (ICSE બોર્ડ) માટે રૂ. 1 લાખ 85 હજારની  ફી છે. ટુ એક્સ (IGCSE બોર્ડ) 4 લાખ 48 હજાર રૂપિયા છે. આ ઉપરાંત, શાળા આંતરરાષ્ટ્રીય સ્નાતક (IB) અભ્યાસક્રમો પણ ચલાવે છે. મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ બોલિવૂડ સ્ટાર કિડ્સમાં બહુ ફેમસ છે.

આ સમાચાર પણ વાંચો : સરકાર સસ્તામાં સોનું વેચી રહી છે – જાણો ભારત સરકારની નવી યોજના અને સોનાના ભાવ

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version