News Continuous Bureau | Mumbai
એક સપ્તાહ પહેલા મોસમ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભારત દેશમાં ચોમાસુ(Monsoon) સામાન્ય રહેશે તેમ જ સમયસર આવી જશે. પણ ચોમાસુ ઉત્તર પશ્ચિમ વિસ્તારો તરફ આગળ વધતા અટક્યું છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ચોમાસાની ગતિવિધિ નબળી રહી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી(Indian Institute of Tropical Metrology) વૈજ્ઞાનિકે ટ્વિટરના(Twitter) માધ્યમથી જણાવ્યું છે કે ચોમાસાની પ્રગતિ માં વિલંબને લીધે ભારતમાં ઓછો વરસાદ થઇ શકે છે. તેમના ગણિત મુજબ કુલ ૩૮ ટકા ઓછો વરસાદ પડી શકે તેમ છે. બીજી તરફ હવામાન વિભાગ(Meteorological Department) સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું છે કે એન્ટી સાયકલોનીક ઇફેક્ટને(Anti-cyclonic effect) કારણે ચોમાસું નબળું પડ્યું છે. તેમજ સમુદ્રી વિસ્તારમાં એક્ટિવિટીઓ નબળી છે.
આમ મોસમ વિભાગ હવે ચિંતામાં છે કે ધીમી ગતિએ આગળ વધતું ચોમાસું ભારત દેશ માં પાણી ટંચાઈ નું કારણ બની શકે છે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ સંદર્ભે સર્વે નો આદેશ આપનાર જજને ધમકી ભર્યો પત્ર મળ્યો- સોશિયલ મીડિયા પર વાયરલ- જુઓ તે ધમકીનો પત્ર