પ્રયાગરાજના બહાદુરગંજ વિસ્તારમાં, એક મોહલ્લાના તમામ મકાનોને કેસરી રંગથી રંગવામાં આવ્યા છે. સાથે મકાનની દીવાલો પર ભગવાન શંકર અને અન્ય દેવી દેવતાની તસવીરો પણ દોરવામાં આવી છે.
જોકે, આ દરમિયાન મોહલ્લામાં રહેતા કેટલાક રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને એફઆઈઆર પણ નોંધાવી હતી.
આ રંગકામ દરમિયાન વિવાદનો એક વીડિયો પણ બનાવાયો છે.
ત્યારે બીજી બાજુ મંત્રી નંદ ગોપાલ નંદીએ પેઇન્ટિંગને 'વિકાસ કાર્યો' ગણાવ્યા અને કહ્યું કે તેમાં વિવાદની વાત અર્થહીન છે..
