રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી છે. તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા છે.
આસારામ બાપુને બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમનું બ્લડપ્રેશર વધી રહ્યું છે.
મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ચેકઅપ બાદ આસારામ બાપુને માથુર હોસ્પિટલના સીસીયૂ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા.
આ સમાચાર મળતા આસારામ બાપુ ના સમર્થકો હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પહોંચી ગયા.
