Site icon News Continuous Bureau | Mumbai

પોસ્ટલ વિભાગનું રક્ષાબંધન પર મોટો ઉપહાર- બહેનો માત્ર આટલા રૂપિયામાં ભાઈને રાખડી મોકલાવી શકશે

News Continuous Bureau | Mumanbai

શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ જાણે તહેવારો(festival)ની હારમાળા સર્જાય છે. શ્રાવણ મહિના(Shrawan month) દરમિયાન ઘણા તહેવારો આવે છે. રક્ષાબંધન(Rakshabandhan)નો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે. રક્ષાબંધન ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમનો તહેવાર છે. આગામી 11 ઓગસ્ટનાં રોજ રક્ષાબંધન હોય દરેક બહેનો પોતાના વીર માટે અવનવી રાખડીઓ લેવા ઉત્સુક હોય છે. 

Join Our WhatsApp Channel

હાલ બજારોમાં પણ રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અને વહાલી બહેનો પોતાના લાકડવાયા ભયલા માટે રાખડી ખરીદી રહી છે. દરમિયાન બહાર ગામ વસતા ભાઇઓને સમયસર રાખડી મળશે કે નહીં તેની બહેનોને હંમેશા ચિંતા રહેતી હોય છે. ત્યારે આ વર્ષ બહેનોની ચિંતા દૂર કરવા અને રાખડીઓ સમયસર પહોંચાડવા ભારતીય ટપાલ વિભાગે એક નવી પહેલ શરૂ કરી છે. જેનાથી બહેનોની રાખીના કવર ફાટયા વગર પલવ્યા વગર સુરક્ષિત સમયસર પહોંચી જશે.

આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા અભિયાન- રણમાં ભારતીય જવાનોએ ઊંટ સવારી સાથે તિરંગો ફરકાવ્યો- જુઓ અદભુત વિડીયો

પોસ્ટ વિભાગ દ્વારા રાખડીના સુંદર ચિત્ર વાળા પ્રસંગને અનુપ સ્પેશ્યલ રાખી કવર બહાર પાડવામાં આવેલ છે. આ વિશેષ કવરની કિંમત ફક્ત રૂપિયા 10 છે. તા.11ના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય તે અનુસંધાને બહેનો તેમના બહારગામ વસતા ભાઈઓને રાખડી વહેલાસર પોસ્ટ કરી દે જેથી પોસ્ટ ખાતા દ્વારા રાખડીને સમયસર પહોંચાડી શકાય.

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version