Site icon

હત્યા, અકસ્માત કે પછી બીમારી. શેન વોર્નની મૃત્યુની આસપાસ ઘુંટાતું રહસ્ય. હોટલમાં લોહી હતું તેમજ આટલા દિવસ પહેલા ડોક્ટર પણ આવ્યા હતા. જાણો વિગતે…..

Shane Warne leaves bulk of 20.7 million dollar estate to his children

મહાન લેગસ્પિનર શેન વોર્નની 120 કરોડની પ્રોપર્ટી થયો બટવારો... પત્ની કે ગર્લફ્રેંડને એક રૂપિયો પણ ના આપ્યો.. જાણો કોને મળી આ ખેલાડીની મિલકત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ, 2022,          

Join Our WhatsApp Community

સોમવાર, 

ઓસ્ટ્રેલિયાના લિજેન્ડ લેગ-સ્પિનર ​​શેન વોર્નનું ગત શુક્રવારે 52 વર્ષની વયે નિધન થયું હતું. આ સમાચારના પગલે ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. જોકે ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ક્રિકેટર શેન વોર્નનાં મૃત્યુ વિશે એક નવી અપડેટ સામે આવી છે. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સ્થાનિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, જે રૂમમાં શેન વોર્નનો મૃતદેહ હતો ત્યાંથી મોટી માત્રામાં લોહી મળી આવ્યું હતું. આવું સીપીઆર (છાતી પર દબાણ કરી હાર્ટ પમ્પિંગ કરાવવું તથા શ્વાસ આપવો)ના કારણે થઈ શકે છે, કારણ કે જે સમયે CPR આપવામાં આવી રહ્યું હતું તે સમયે શેન વોર્નના મોઢામાંથી લોહી નીકળ્યું હશે. 

મુંબઈની સ્ટીલ માર્કેટમાં સન્નાટો, રશિયા અને યુક્રેનને લીધે આ અસર પડી… જાણો વિગત

થાઈ પોલીસના જણાવ્યા પ્રમાણે થાઈલેન્ડના પ્રાઈવેટ વિલામાં વોર્ન અને અન્ય 3 મિત્રો રોકાયા હતા. આ દરમિયાન રાત્રે ડિનર ટાઈમ પર શેન વોર્ન નીચે ગયો હતો. જેના થોડા સમય પછી વોર્નનો એક દોસ્ત પણ નીચે આવ્યો હતો ત્યારે તેણે શેન વોર્નને બેભાન અવસ્થામાં જોયો હતો. ત્યારે તાત્કાલિક દોસ્તોએ ભેગા મળીને તેને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) દ્વારા બચાવવાનો પ્રયાસ કર્યો હતો. 

જોકે શેન વોર્નની તબિયતમાં સુધાર ન આવતા દોસ્તોઓ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ દરમિયાન હોસ્પિટલ જતા સમયે તથા ત્યાં પહોંચ્યા પછી વોર્નને CPR આપવામાં આવ્યું હતું. છતા તેનો જીવ બચાવી શક્યા નહોતા. આ દરમિયાન શેન વોર્નના પરિવારે પોલીસને જણાવ્યું કે તેને પહેલાથી જ અસ્થમા અને હૃદય સંબંધિત સમસ્યા હતી. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા શેન વોર્ન તેના હૃદયની સમસ્યાને લઈને ડૉક્ટરને મળ્યો હતો. શેન વોર્નને હૃદય સંબંધિત બિમારી હતી, જેના કારણે પોલીસે શરૂઆતમાં આ મૃત્યુમાં કોઈ ગેરરીતિ હોવાનો ઇનકાર કર્યો હતો. જો કે હજુ સુધી મૃત્યુનું કારણ શું છે તે અંગે કંઈપણ પુષ્ટિ થઈ નથી. પોલીસે પોસ્ટમોર્ટમ સુધી રાહ જોવાનું કહ્યું છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version