Site icon

ફેશન ટિપ્સ- પ્લસ સાઈઝની મહિલાઓએ કપડા ખરીદતી વખતે ના કરવી જોઈએ આ ભૂલ- ધ્યાન માં રાખો આ નાની ટિપ્સ

News Continuous Bureau | Mumbai

મહિલાઓ પોતાને આકર્ષક દેખાવા માટે ઘણા લુક અજમાવતી હોય છે. પરંતુ પ્લસ સાઈઝની મહિલાઓ(plus size women) પોતાના લુકને લઈને વધુ ચિંતિત હોય છે. તેઓ વિચારે છે કે તેમને શું ગમે છે. શું તે તેમના પર સારું દેખાશે? જો કે, પ્લસ સાઈઝ હોવું એ ખરાબ બાબત નથી. તમારે ફક્ત તમારામાં આત્મવિશ્વાસ(confidence) રાખવાની જરૂર છે. જેથી તમે દરેક આઉટફિટમાં કમ્ફર્ટેબલ અનુભવો. જો તમારે ચોક્કસ ડ્રેસ પહેરવો હોય તો મનને સમજાવવાની જરૂર નથી. બસ એ ડ્રેસ(dress) પહેરવાની સાચી રીત જાણવાની જરૂર છે.જો તમે પ્લસ સાઈઝના હોવ તો આવા કપડા પહેરવાને બદલે તેને યોગ્ય રીતે સ્ટાઈલ કરો. એવા કપડાં પસંદ કરો જેમાં તમે આકર્ષક દેખાશો. જાડા હોવાનો અર્થ એ નથી કે તમે લૂઝ-ફિટિંગ કપડાં પહેરો. જ્યારે પણ તમે કપડાંની ખરીદી કરવા જાઓ ત્યારે આ નાની-નાની વાતોનું ધ્યાન રાખો.

Join Our WhatsApp Community

– ઇન્ડિયન આઉટફિટ(Indian wear) હોય કે વેસ્ટર્ન આઉટફિટ(western wear) હંમેશા આવા કપડાં પસંદ કરો કે જેમાં મિનિમલ ડિઝાઈન બનાવવામાં આવી છે. તેમજ પ્રિન્ટ પેટર્ન ખૂબ નાની હોવી જોઈએ. જો તમે રેડીમેડ કપડા પસંદ કરતા હોવ તો એવા આઉટફિટ્સ(outfits) પસંદ કરો જેની સ્લીવ લૂઝ ડિઝાઈનની હોય. જો કે, ધ્યાન રાખો કે સ્લીવ્ઝ પર વધુ પડતી ડિઝાઈન કે વર્ક ન હોવું જોઈએ. આકર્ષક દેખાવા માટે સાદી લૂઝ ફીટ કરેલી સ્લીવ પૂરતી છે. બીજી તરફ, જો તમે સ્ટ્રિપ્સ અથવા લાઇનિંગ ડિઝાઇન પસંદ કરી રહ્યાં છો, તો માત્ર વર્ટિકલ સ્ટ્રીપ્સ જ પસંદ કરો.

– કપડાં ખરીદતી વખતે હંમેશા ફેબ્રિકને (fabric)ધ્યાનમાં રાખો. તમારી સાઈઝ પ્રમાણે, એવું ફેબ્રિક પસંદ કરો જે શરીર પર ચુસ્તપણે ફિટ થઈ જાય. આવા કાપડ સ્લિમ હોવાનો ભ્રમ પણ આપે છે. ફ્લિપી જેવા કે,ઓર્ગેન્ઝા.ટીશ્યુ અથવા ટાઈટ કોટન ફેબ્રિક પસંદ કરશો નહીં. તેના બદલે શિફોન, ચંદેરી, લૂઝ કોટન, સાટીન જેવા સોફ્ટ ફેબ્રિક્સ પસંદ કરો.

– જો તમારું શરીર ખભા બાજુ થી પહોળું છે, તો ક્યારેય પહોળી નેકલાઇન(neckline) ડિઝાઇનવાળા કપડાં પસંદ ન કરો. તેના બદલે, સ્લીક V નેક અથવા ચોરસ નેકલાઇન પસંદ કરો. તેનાથી તમારો લુક સ્લિમ બનશે.

– જો તમે કમર કે પેટ બાજુ થી પહોળા હોવ તો, ફ્લેર ડિઝાઇનના(flare design) કપડાં બિલકુલ ન પહેરો. જેમ કે ફ્લેર કુર્તા અથવા અનારકલી કુર્તા. આમ કરવાથી ભલે પેટ છુપાઈ જાય, પરંતુ તમે હોવ તેના કરતા વધારે જાડા દેખાવા લાગશો. કપડાંના રંગનું પણ ધ્યાન રાખો. ડાર્ક અને ઘેરા કલરના કપડાં તમને પરફેક્ટ લુક આપશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- જો તમારે તમારા ચહેરા પર સેલેબ્રીટી જેવો ગ્લો હોય તો બરફ ના પાણી થી કરો ત્વચા ને સાફ-મળશે બીજા ઘણા ફાયદા

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version