Site icon

હળદરવાળું દૂધ પીતા હોવ તો ખાસ વાંચો! આ લોકોએ ભૂલથી પણ ન પીવું જોઈએ, થઇ શકે છે નુકસાન

Consuming A Lot Of Turmeric For Immunity? Know About These Possible Side Effects

Consuming A Lot Of Turmeric For Immunity? Know About These Possible Side Effects

 News Continuous Bureau | Mumbai

હળદરવાળા દૂધ (Turmeric milk) નું સેવન સ્વાસ્થ્ય (Health) માટે સારું માનવામાં આવે છે. ખાસ કરીને ઉધરસ, તાવ, શરદી કે ઈજાના કિસ્સામાં હળદરનું દૂધ ‘રામબાણ’ માનવામાં આવે છે. શિયાળામાં (winter season) , પોતાને ગરમ રાખવા અને રોગોથી બચવા માટે દરરોજ હળદરનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તેનું કારણ એ છે કે હળદરવાળા દૂધમાં કેલ્શિયમ, વિટામિન-બી અને પ્રોટીન હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા લાવે છે. જોકે એવા ઘણા લોકો છે જેમને હળદરવાળા દૂધથી નુકસાન થઇ શકે છે. આવા લોકોએ હળદરવાળા દૂધનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ નહીં તો તેમને હોસ્પિટલ પહોંચવામાં વધુ સમય લાગશે નહીં.

Join Our WhatsApp Community

એનિમિયા ધરાવતા લોકો

જે લોકોને એનિમિયા હોય તેમણે હળદરવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ. ડોક્ટરોના મતે હળદરવાળા દૂધનું સેવન કરવાથી શરીર આયર્નને યોગ્ય રીતે શોષી શકતું નથી, જેના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર નથી વધતું. આવી સ્થિતિમાં, જો તમે લોહીની ઉણપથી પરેશાન છો, તો હળદરનું દૂધ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કિડની નિષ્ફળતાના દર્દીઓ (Kidney patient)

કિડનીની બીમારીથી પીડિત લોકો માટે પણ હળદરનું દૂધ હાનિકારક છે. વાસ્તવમાં હળદરમાં ઓક્સાલેટ હોય છે, જે કિડનીની બીમારીને વધુ ગંભીર બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે હળદરવાળું દૂધ પીઓ છો તો તમારી કિડનીની સમસ્યા વધી શકે છે.

આ સમાચાર પણ વાંચો: ના હોય!! સ્ટીવ જોબ્સના 42 વર્ષ જૂના સેન્ડલની થઇ હરાજી, અધધ આટલા કરોડમાં વેચાયા; આંકડો જાણીને રહી જશો દંગ..

નબળી પાચનશક્તિ (Weak digestive system) ધરાવતા લોકો

જો તમને પાચન સંબંધી કોઈ સમસ્યા જેવી કે પેટમાં ગેસ, સોજો, છાતીમાં બળતરા વગેરે હોય તો તમારે હળદરવાળા દૂધનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કારણ કે હળદરવાળું દૂધ પીશો તો તમારી સમસ્યા વધી શકે છે.

લો બ્લડ સુગર દર્દી (Low blood sugar)

લો બ્લડ સુગર (Low blood sugar) ધરાવતા દર્દીઓએ હળદરનું દૂધ ટાળવું જોઈએ કારણ કે તેમાં કર્ક્યુમિન હોય છે, જે બ્લડ શુગર લેવલને વધુ ઘટાડી શકે છે. આ લો બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓ માટે સમસ્યાને વધુ તીવ્ર બનાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૧૭:૧૧:૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર પધ્ધતી અને અન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને તબીબી સલાહ લો.)

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version