Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી: પ્રોટીન શેક પીવા વાળા થઈ જાઓ સાવધાન, વધુ પડતા સેવન થી થાય છે આ નુકસાન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03 માર્ચ 2022           

Join Our WhatsApp Channel

ગુરુવાર 

પ્રોટીનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શરીરના સ્નાયુઓની સારી વૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રોટીનનું સેવન જરૂરી છે. પ્રોટીનની પરિપૂર્ણતા માટે આપણે આપણા આહારમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરીએ છીએ. પરંતુ સૌથી મહત્વની વસ્તુ જે આપણામાંના મોટાભાગના અવગણે છે.હકીકતમાં, મર્યાદિત માત્રામાં પ્રોટીનનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જો તમે તેનો વધુ પડતો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરને અનેક નુકસાન પણ થઈ શકે છે. ઘણા લોકો જીમ અને કસરત કરે છે, જેના કારણે તેઓ પ્રોટીન શેકનું સેવન કરે છે, અને પ્રોટીનની મર્યાદિત માત્રા પણ જરૂરી છે. પરંતુ ઘણા લોકો પ્રોટીન શેકનું વધુ સેવન કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.તો ચાલો જાણીયે વધુ પડતા પ્રોટીન શેક લેવાના ગેરફાયદા વિશે 

1. ડીહાઇડ્રેશન –

જો તમે વધુ પ્રોટીનયુક્ત આહાર લેતા હોવ તો તમારે વધુને વધુ પાણી પીવું જોઈએ, કારણ કે વધુ માત્રામાં પ્રોટીન શેક લેવાથી શરીર ડીહાઇડ્રેટ થઈ શકે છે.

2. લીવર-

લીવરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન શેકનું સેવન મર્યાદિત માત્રામાં કરો. કારણ કે પ્રોટીન શેક વધુ માત્રામાં પીવાથી લીવરમાં બળતરા થઈ શકે છે અને લીવરની ગંભીર બીમારીનું જોખમ પણ વધી શકે છે.

3. લો બ્લડ પ્રેશર-

જો તમે લો બ્લડ પ્રેશરના દર્દી છો, તો વધુ પડતા પ્રોટીન શેકનું સેવન ન કરવાનો પ્રયાસ કરો. કારણ કે પ્રોટીન શેક સપ્લીમેન્ટ્સ બ્લડ પ્રેશર ઘટાડી શકે છે.

4. ત્વચા-

પ્રોટીન હોર્મોન્સનું ઉત્પાદન વધારે છે. ત્વચાને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન શેકનું સેવન મર્યાદિત માત્રામાં કરો. પ્રોટીન શેક વધુ પ્રમાણમાં પીવાથી ત્વચાની સમસ્યા થઈ શકે છે.

સ્વાસ્થ્ય જાણકારી: વજન ઘટાડવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી આ ફળના સેવનના છે ઘણા ફાયદા

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version