Site icon News Continuous Bureau | Mumbai

હવે અરબી સમુદ્ર નહીં, પરંતુ સિંધુ સમુદ્રના નામે ઓળખાશે દરિયો; આ સંવિધાનિક પદ પર બેઠેલી વ્યક્તિએ કાર્યવાહી ચાલુ કરી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 ઑક્ટોબર,  2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

દેશના પશ્ચિમ કિનારા પર આવેલો વિશાળ અરબી સમુદ્ર બહુ જલદી સિંધુ સમુદ્રના નામે ઓળખાય એવી શક્યતા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ અરબી સમુદ્રનું નામ બદલીને સિંધુ સમુદ્ર કરવાની પહેલ કરી છે. 

હીરા-મોતી કે ઝવેરાતથી પણ મોંઘું છે આ લાકડું; જાણો એનું નામ અને કિંમત

પ્રખ્યાત લેખક અશોક મોટવાણી અને સંતકુમાર શર્મા લિખિત ‘સિંધુ વૉટર્સ સ્ટોરી’ અને ઉત્તમ સિંહા દ્વારા લખાયેલા ‘સિંધુ બેસિન ઇન્ટરપ્ટેડ‘ નામનાં પુસ્તકોનું લોકાર્પણ રાજભવનમાં રાજ્યપાલને હસ્તે પાર પડ્યું હતું. એ પ્રસંગે રાજ્યપાલે કહ્યું હતું કે મુંબઈને અડીને આવેલા અરબી સમુદ્રનું સાચું નામ સિંધુ સાગર  છે. ભૌગલિક પરિસ્થિતિ  હંમેશાં બદલાતી હોય છે. સિંધુ નદી માત્ર ભૌગોલિક મુદ્દો નથી. ભારતના દ્રષ્ટિકોણથી સિંધુ નદી સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. સિંધુ નદી ફરી ભારતનો ભાગ બનશે એવી આશા પણ આ વખતે તેમણે વ્યક્ત કરી હતી.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version