Site icon

…તો આ હતો હિટલરનો ડ્રીમ પ્રોજેક્ટ; જાણો શું છે એની આજની સ્થિતિ…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

બીજા વિશ્વયુદ્ધની શરૂઆત પહેલાં જ્યારે દુનિયામાં નાઝીવાદનો ડર બેસવા લાગ્યો હતો, ત્યારે એડોલ્ફ હિટલરે સૈનિકો માટે હૉલિડે કૅમ્પ બનાવવાની યોજના બનાવી હતી. જર્મનીના બાલ્ટિક સાગરના રુગેન આઇલૅન્ડ પર હિટલરના આદેશ પર એક હૉટેલ બનાવવામાં આવી હતી. જે કોલોસસ ઑફ પ્રોરા તરીકે ઓળખાય છે. આર્કિટેક્ટ ક્લેમેન્સ ક્લોત્ઝે ૧૯૩૦માં હિટલરના આદેશ પર આ હૉટેલ ડિઝાઇન કરી હતી.

આ હૉટેલ તૈયાર કરવા પાછળ હિટલરનો હેતુ હતો કે જર્મન લોકો અને ખાસ કરીને સૈનિકો કામ કર્યા બાદ આરામથી સમય પસાર કરી શકે. હૉટેલનું નામ પ્રોરા હતું, જેનો અર્થ ઉજ્જડ જમીન થાય છે. આ નામ એટલે રાખવામાં આવ્યું, કારણ કે હૉટેલ સમુદ્રની મધ્યમાં રેતાળ જમીન પર બનાવવામાં આવી હતી. લગભગ નવ હજાર મજૂરો રાતદિવસ આ કાર્યમાં જોડાયા હતા અને ૧૯૩૬થી ૧૯૩૯ના વર્ષ દરમિયાન સતત કાર્ય ચાલ્યું હતું. આ પ્રોજેક્ટ ૨૩૭.૫ મિલિયન જર્મન કરન્સીના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આજે એની કિંમત લગભગ ૮૯૯ મિલિયન યુરો છે.

જોકેઆ હૉટેલમાં કોઈ રહી શક્યું નહોતું. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને ૧૯૩૯માં આ કામ અટકી ગયું હતું. આ કાર્ય ફરી ક્યારેય શરૂ થઈ શક્યું નહીં. સૈનિકો દ્વારા હૉટેલની અધૂરી ઇમારતનો ઉપયોગ બૅરેક તરીકે કરવામાં આવતો હતો. પ્રથમ સોવિયત આર્મીના સૈનિકો અહીં છુપાયા, ત્યારબાદ નૅશનલ પીપલ્સ આર્મી અને ત્યારબાદ જર્મનીનું યુનિફાઇડ સશસ્ત્ર દળ. એ દરમિયાન આ ઝગમગતી ઇમારતો ખરાબ રીતે ખંડેર થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે ઘણા પ્રયત્નો બાદ પણ આ હૉટેલ વેચાઈ શકી નહોતી. આખરે વર્ષ ૨૦૦૪ પછી આ હૉટેલના જુદા જુદા ભાગો વિવિધ ટુકડાઓમાં વેચાયા હતા. હવે દરેક ભાગના ખરીદદારોએ તેમના ટુકડાઓ અલગથી ઉપયોગમાં લીધા છે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version