Site icon

ઓ બાપ રે!! દીકરાએ 135 રૂમનો આલીશાન મહેલ માત્ર આટલા રૂપિયામાં વેચી નાખ્યો, રાજકુમાર પિતાએ ખખડાવ્યા કોર્ટના દરવાજા, જાણો શું છે સમગ્ર મામલો?

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 ફેબ્રુઆરી 2021

બર્લિનમાં એક રાજકુમારના દીકરાએ 135 રૂમનો પૂર્વજોનો મહેલ માત્ર 87 રૂપિયામાં જ વેચી દીધો છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આ સત્ય છે. હવે આ મહેલને બચાવવા માટે, 66 વર્ષિય રાજકુમાર તેના 37 વર્ષીય કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. 

હકીકતમાં, જર્મન શહેર હનોવરના પ્રિન્સ અર્નસ્ટ ઓગસ્ટે 1867ના વર્ષમાં નિર્માણ થયેલ મૈરીનબર્ગ મહેલ વર્ષ 2000 માં તેમના પુત્ર અર્નસ્ટ ઑગસ્ટ જુનિયરને સોંપી દીધો હતો.  વર્ષ 2018 માં, તેમના પુત્ર ઑગસ્ટ જુનિયરએ સરકારને મૈરીનબર્ગ મહેલને ડિસ્કાઉન્ટેડ રેટમાં વેચવાની જાહેરાત કરી હતી.

આ પછી, અર્નસ્ટ ઓગસ્ટ જુનિયર એ આ મહેલને ફક્ત એક યુરો (આશરે 87 રૂપિયા) માં વેચી દીધો હતો. તેણે તેની પાછળ તર્ક આપ્યો હતો કે મહેલના સમારકામ માટે 23 મિલિયન પાઉન્ડની જરૂર હતી જે તેમના પાસે નહોતા.  પુત્રના આ નિર્ણય પછી  રાજમહેલને બચાવવા રાજકુમાર અર્નસ્ટ ઑગસ્ટ કાયદાનો આશરો લઈ રહ્યા છે અને તેમના પુત્ર સામે કેસ દાખલ કર્યો છે. તેમણે પોતાના પુત્ર ઉપર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે અને મહેલમાં પરત મેળવવાની માંગ પણ કરી છે.

તેમણે કહ્યું કે, પુત્રના આ કૃત્યને કારણે તેઓ ઓસ્ટ્રિયાની એક લોજમાં રહેવા માટે મજબૂર થયાં છે અને બીમાર હોવા છતાં આર્થિક મદદ મળી રહી નથી. પ્રાપ્ત જાણકારી મુજબ રાજકુમાર અર્નેસ્ટ ઓગસ્ટ નોવર રાજવંશ સાથે સંબંધ ધરાવે છે અને તેઓ બ્રિટનના મહારાણી એલિઝાબેથના દૂરના પિતરાઈ ભાઈ છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version