Site icon News Continuous Bureau | Mumbai

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ પર આ વેક્સિનની અસર ખૂબ ઓછી, લેબ ટેસ્ટમાં ખુલાસો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટ પર હજુ પણ મંથન ચાલી રહ્યું છે કે, તે પૂર્વવર્તી ડેલ્ટા વેરિએન્ટ કરતાં કેટલો ખતરનાક છે. આ બધા વચ્ચે ઓમિક્રોન પર વેક્સિન અંગે એક અભ્યાસ થયો છે. દક્ષિણ આફ્રિકામાં આવેલા આફ્રિકા હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ દ્વારા ફાઈઝર વેક્સિન પર આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફાઈઝર વેક્સિનના ૨ ડોઝની ઓમિક્રોન પર આંશિક અસર જ છે.  આ અભ્યાસમાં વધુ એક વાત પણ સામે આવી છે કે, જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા અને પહેલેથી ઈન્ફેક્શન હતું તેવા મોટા ભાગના કેસમાં વેરિએન્ટને અસરહીન કરી દેવાયો. સ્ટડીમાં એવું સૂચન પણ કરવામાં આવ્યું છે કે, વેક્સિનનો બુસ્ટર ડોઝ વેરિએન્ટ સામે બચાવી શકે છે. આફ્રિકા હેલ્થ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર એલેક્સ સિગલે જણાવ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટને અસરહીન કરવા મામલે એક મોટો ઘટાડો જાેવા મળ્યો છે જે પહેલાના કોવિડ સ્ટ્રેનની સરખામણીએ વધારે છે.  તેમણે જણાવ્યું કે, લેબમાં ૧૨ એવા લોકોના લોહીની તપાસ થઈ જેમણે ફાઈઝર બાયોએનટેકની વેક્સિન લીધી હતી. તેમાં ૬માંથી ૫ લોકો જેમણે વેક્સિનનો ડોઝ લીધો હતો અને કોરોનાના પહેલાના વેરિએન્ટનો ભોગ બની ચુક્યા હતા તેમણે ઓમિક્રોન વેરિએન્ટને અસરહીન કરી દીધો. સિગલે જણાવ્યું કે, જે પરિણામો આવ્યા છે તે, હું જેવું વિચારી રહ્યો હતો તેના કરતાં સકારાત્મક છે. તમને જેટલા એન્ટીબોડી મળશે, ઓમિક્રોનનો સામનો કરવા માટેની તક એટલી જ વધી જશે.  વધુમાં જણાવ્યું કે, લેબમાં એવા લોકોની તપાસ નથી કરવામાં આવી જેમણે વેક્સિનનો બુસ્ટર શોટ લીધો છે. આવા લોકો હાલ દક્ષિણ આફ્રિકામાં ઉપસ્થિત નથી.

મુંબઈમાં 'રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ'ને મળી જબરદસ્ત સફળતા, હવે મધ્ય રેલવેએ લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version