Site icon News Continuous Bureau | Mumbai

હવે શિમલા-મનાલી નહી, અંતરિક્ષમાં માણો વેકેશન, 2025 માં શરૂ થશે પ્રથમ સ્પેસ હોટલ

News Continuous Bureau | Mumbai

અત્યાર સુધી તમે ધરતી પર શાનદાર વ્યૂ વાળી અનેક 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલ જોઈ હશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે એક એવી પણ હોટલ હોઇ શકે છે જે ધરતી પર નહી, પરંતુ સૌરમંડળના દ્રશ્યોથી ઘેરાયેલી હોય. (Hotel in Space) તમને સાંભળીને વિચિત્ર લાગશે, પરંતુ સ્પેસ કંપની ઓર્બિટલ અસેમ્બલી(US-based Orbital Assembly) આ હોટલ પર કામ કરી રહી છે. યૂએસ બેસ્ડ આ કંપનીએ પોતાના સ્પેસ હોટલને લઇને ઘણી જાણકારીઓ શેર કરી છે. જેના પર તે ૨૦૧૯ થી કામ કરી રહી છે. 

Join Our WhatsApp Channel

ઓર્બિટલ અસેંબલી(US-based Orbital Assembly)ના મુખ્ય સંચાલન અધિકારી ટીમ અલાતોરેને લાગે છે કે અંતરિક્ષ પર્યટન શરૂ થતાં જ અડચણ પણ દૂર થઇ જશે. લોકોનું વલણ તેમના પ્રત્યે વધશે અને તેને યૂઝ કરનારાઓની સંખ્યા પણ વધશે. તેમણે જણાવ્યું કે અમારો ટાર્ગેટ હંમેશા અંતરિક્ષ પર મોટી માત્રામાં લાકોને રહેવા, કામ કરવા અને તેમના ફરવાની સંભાવના બનાવવા પર રહ્યો છે. ફરવા ઉપરાંત અમે લોકો અંતરિક્ષ સ્ટેશન પર ઓફિસ અને રહેવાની જગ્યા પર કામ કરી રહ્યા છે. ઘર અને ઓફિસ ભાડા પર ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો :સાંસદ નવનીત રાણાના મુંબઈના ઘરના બાંધકામને લઈને BMC એ લીધો આ નિર્ણય.. જાણો વિગતે.

મૂળરૂપથી કેલિફોર્નિયાની કંપની ગેટવે ફાઉન્ડેશન દ્વારા આ હોટલની ડિઝાઇન અને ખાસિયતને તાજેતરમાં જ ફીચર કરવામાં આવી. આ પ્રોજેક્ટની દેખરેખ હવે ઓર્બિટલ અસેંબલી કોર્પોરેશન(US-based Orbital Assembly) કરી રહી છે. 

રિપોર્ટ અનુસાર ઓર્બિટલ અસેમ્બલી(Orbital Assembly) હવે ટૂરિસ્ટ માટે એક નહી પરંતુ ૨ અંતરિક્ષ સ્ટેશનો(Space station)ને લોન્ચ કરવાની તૈયારીમાં છે. વાયેજર સ્ટેશનમાં હવે ૪૦૦ લોકોને રોકાવવાની ક્ષમતા હશે. તેને ૨૦૨૭ માં શરૂ કરવાનો ટાર્ગેટ છે. તો નવા સ્ટેશનનું નામ પાયનિયર સ્ટેશન રાખવામાં આવ્યું છે અને તેમાં ૨૮ લોકો આવી શકે છે. આ આગામી ત્રણ વર્ષમાં એટલે કે ૨૦૨૫માં શરૂ કરવાનો ટાર્ગેટ છે. 

ટૂરિઝમ હવે પહેલાં કરતાં ઘણુ વધી ગયું છે. ગત એક વર્ષમાં આ સેક્ટરમાં ઘણા મોટા ખેલાડી આવ્યા છે. વર્જિનના સંસ્થાપક રિચર્ડ બ્રેનસને પોતાની કંપની વર્જિન ગેલેક્ટિક સાથે સબઓર્બિટલ સ્પેસ(Suborbital space)માં ખૂબ ધમાકો કર્યો છે. તો બીજી તરફ સ્ટાર ટ્રેક અભિનેતા વિલિયમ શૈટનર બ્લૂ અંતરિક્ષમાં સૌથી ઉંમરલાયક બની ગયા છે. પરંતુ હજુ પણ ફક્ત રજાઓ માણવા અને ફરવા માટે જવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે. 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version