Site icon News Continuous Bureau | Mumbai

હિંદુઓ માટે મહત્વપૂર્ણ સમાચાર – શા માટે પદ્મનાભસ્વામી મંદિર સંદર્ભે સુપ્રીમ કોર્ટનો આદેશ અયોધ્યા ના ‘રામ મંદિર’ જેટલો મહત્વપૂર્ણ છે….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી 

Join Our WhatsApp Channel

18 જુલાઈ 2020 

કેરળ ભારતનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે. અહીં ભારત ના ભવ્ય તેમજ પૈસાદાર મંદિરો આવેલા છે. હાલ માં પદ્મનાભ મંદીર સંદર્ભે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને ભલે દેશભરમાં પ્રસિદ્ધી ન મળી હોય પરંતુ આ જજમેન્ટ હિંદુઓ માટે પાયાના પથ્થર સમાન સાબિત થશે..

શું તમને ખબર છે કે કેરળમાં અનેક મંદિરોના કર્મચારી અને ટ્રસ્ટીઓ અન્ય જાતિના એટલે કે ખ્રિસ્તી અને મુસ્લિમ છે. કારણકે કેરળમાં એવો કાયદો છે કે અન્ય ધર્મ ના અનુયાયી તેમજ કોઈ પણ વ્યક્તિ હિંદુ મંદિરોના ટ્રસ્ટી બની શકે છે. આ વાત નો સીધો અર્થ એ થયો કે હિન્દુ મંદિરોમાં થતું દાન એ હિન્દુ સિવાયના અન્ય લોકોના કામ માટે વપરાઈ શકે છે. આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ નો ચુકાદો સીમાચિહ્ન સમાન છે. ભારતમાં અનેક મંદિરો એવાં છે જેની સંપદાથી આકર્ષાઈને હિન્દુ સિવાયના અન્ય લોકો સરકારની મદદથી, મંદિરમાં સેવક અને અનેક વખત ટ્રસ્ટી તરીકે મંદિરના ટ્રસ્ટ માં ઘુસી જતા હોય છે. સ્વાભાવિક રીતે તેમની નિષ્ઠા અન્ય ધર્મ પ્રત્યે હોય છે. પરંતુ, આર્થિક પીઠબળ તેઓ હિન્દુઓએ આપેલા ડોનેશનમાંથી પ્રાપ્ત કરી લે છે…. 

 

પદ્મનાભ સ્વામી મંદિર ના ચુકાદા માં સુપ્રીમ કોર્ટે બે વસ્તુ સ્પષ્ટ કરી છે. 

પહેલી એ કે,"મંદિર એ સરકારની સંપત્તિ નથી 

અને બીજું એ કે મંદિરના ટ્રસ્ટી હિન્દુ જ હોવા જોઈએ." 

પદ્મનાભ સ્વામી મંદિર સંદર્ભે જજમેન્ટ માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે "મંદિર બોર્ડના ચેરમેન ડિસ્ટ્રિક્ટ જજ રહેશે. આમ સરકાર દ્વારા નિમાયેલા આઇએએસ ઓફિસરોની હિન્દુ મંદિરના બોર્ડ માંથી બાદબાકી થશે. સ્વાભાવિકપણે આઇએએસ ઓફિસર એ સરકાર દ્વારા એપોઇન્ટ કરવામાં આવેલો અધિકારી હોય છે. જેની નિષ્ઠા સત્તાધારી પક્ષના નેતાઓ પ્રત્યે વધુ અને અન્ય ઓછી હોય છે.. આ જજમેન્ટને કારણે હવે એક ન્યાયિક વ્યવસ્થા સાથે જોડાયેલો વ્યક્તિ ચેરમેન બનશે. 

આ ઉપરાંત મંદિરને બાંધનાર શાહી પરિવારના સભ્યો આ મંદિરના બોર્ડ ઉપર રહેશે, તેમજ સરકાર દ્વારા ટ્રસ્ટી નિમવામાં આવેલા સભ્યો પણ હિંદુ જ રહેશે. આનો અર્થ એવો થાય છે કે જે વ્યક્તિ ને હિંદુ ધર્મ પ્રત્યે આસ્થા હતી તેમજ જે પરિવારે હિન્દુ મંદિર બનાવ્યું હતું તે વ્યક્તિ નો પરિવાર આ મંદિર સાથે કાયમ જોડાયેલો રહેશે અને સેન્ટ્રલ બોર્ડના તમામ સભ્ય હિન્દુ હોવાના કારણે પૈસાનું વિનિમય હિન્દુઓ માટે જ થશે .. 

 

# ઉલ્લેખનીય છે કે હિન્દુઓના સુપ્રસિદ્વ મંદિર તિરૂપતી બાલાજી મંદિરના અનેક કર્મચારીઓ ખ્રિસ્તી અને મુસ્લિમ છે. થોડા સમય અગાઉ આંધ્રપ્રદેશની સરકારે આદેશ જાહેર કરીને આ તમામ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવાની કોશિશ કરી હતી. હવે પદ્મનાભ સ્વામી નો ફેસલો આવી ગયા બાદ કદાચ અન્ય મંદિરોમાં પણ મોટાપાયે ફેરફાર થશે. આમ પદ્મનાભસ્વામી મંદિર નો ફેસલો તમામ એવા મંદિરોના મુક્તિનો માર્ગ ખૂલશે જે અન્ય ધર્મીઓના હાથમાં જકડાયેલા છે. 

# હવે મંદીર ની સંપદાનું રાજકારણ સમજીએ :- હિન્દુ મંદિરો પહેલેથી જ સંપન્ન હતા અને જેમ જેમ મંદિરોની તાકાત વધતી ગઈ તેમ તેમ નેતાઓની લાળ ટપકવા માંડી. આથી નેતાઓએ મંદિરોને સરકાર હસ્તક કરવાનો કાયદો પસાર કરી ને તમામ મંદિરોને સરકાર હસ્તક કરાવી દીધા. જ્યારે બીજી બાજુ ચર્ચો અને મસ્જીદો ખાનગી જ રહેવા દીધા… 

મંદિરો સરકારી હસ્તક થતાંજ મંદિરના વ્યવસ્થાપન અંગેના નિર્ણયો લેવાના અધિકારો નેતાઓ દ્વારા નિયુક્ત સરકારી અધિકારીઓને પ્રાપ્ત થઈ ગયા. ત્યારબાદ રાજનૈતિક પાર્ટીઓએ પોતાના માનીતા નેતાઓને બોર્ડના ચેરમેન બનાવી દીધા. બીજા શબ્દોમાં કહીએ તો આડકતરી રીતે મોટા હિંદુ મંદિરોનો દોરી સંચાર નેતાઓના હાથમાં ગયો. 

હવે પદ્મનાભ મંદિરના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાદ જાગરુકતા આવે તેવું લાગે છે તેમજ શક્ય છે કે આખા દેશના હિન્દુ મંદિરોમાં તમામ ટ્રસ્ટીઓ અને બોર્ડના સભ્યો હિન્દુ જ નિયુક્ત કરવામાં આવે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJt7xT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version