Site icon

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ હવે ખાતે લગ્ન યોજી વટ મારી શકશો, જાણો કેટલા પૈસા ચૂકવવા પડશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Community

10 જુલાઈ 2020

વૈશ્વિક મહામારી કોરોના રોગચાળાને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, અને તેની સૌથી વધુ માઠી અસર દેશના અર્થતંત્ર પર પડી છે. ત્યારે દેશના અર્થતંત્ર ફરી બેઠું કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અનલોક 1 તથા અનલોક 2 માં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. જોકે દેશમાં સરકારે હજુ સુધી પ્રવાસન સ્થળો ખોલવાની અનુમતિ આપી નથી. જેના કારણે પ્રવાસન વિભાગને ઘણું આર્થિક નુકશાન વેઠવું પડી રહ્યું છે.  ત્યારે રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અને કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે ક્ષેત્રને પુનર્જીવિત કરવાના પગલામાં, ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આઇકોનિક સાઇટની આજુબાજુના વિસ્તારને ડેસ્ટિનેશન વેડિંગ માટે એક સ્થળ તરીકે પ્રોત્સાહન આપવાની યોજના બનાવી છે. ગુજરાત ટૂરિઝમે વિભાગે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે માત્ર 50 જેટલા સભ્યોની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં આવેલ ટેન્ટ સીટી 1 અને ટુરિઝમ ગુજરાત નિર્મિત ટેન્ટ સીટી 2 કેવડિયા નર્મદા ડેમ સાઈડ તરફ આવી હોય તેમણે હાલ લગ્ન સમારંભ માટેના પેકેજ જાહેર કર્યા છે.

 આ અંગે ટેન્ટસિટી ૧ ના મેનેજરે જણાવ્યું હતું કે, ટેન્ટ સિટી 1 ખાતે એક લગ્ન પ્રસંગ માટેનું પેકેજ દીઠ ખર્ચ આશરે 2.5 લાખ રૂપિયા છે. આ પેકેજમાં 50 લોકો માટે જરૂરિયાત પ્રમાણે ચા નાસ્તો અને વેલકમ જ્યુસ, કોકટેલ, આઈસ્ક્રીમ સહિતની અનેક વેરાયટી શામેલ હશે. આ પેકેજમાં મિડલ કલાસ ફેમિલીને પણ પરવડે તેવો ભાવ છે. દરેક પ્રસંગે લગ્ન મંડપ અને ટેન્ટને સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લગ્ન માટે 17 પ્રીમિયમ અને અને નવદંપતિ ને 1 રોયલ ટેન્ટ રહેવા આપવામાં આવશે…. 

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version