Site icon

અસલી મજા તો આને કે’વાય.. જાનમાં વાગી રહ્યું હતું ‘પતલી કમરિયા…’ સોન્ગ, બાળકોએ સ્કૂલ બસમાં જ મચાવી દીધી ધમાલ.. જુઓ વાયરલ વીડિયો

બાળકો સાથે જોડાયેલા ઘણા રસપ્રદ અને ફની વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આ વીડિયોમાં બાળકોની તોફાની અને હૃદય સ્પર્શી હરકતો લોકોના દિલ જીતી લે છે. આ જ કારણ છે કે બાળકોના વીડિયો અપલોડ થતાં જ તેઓ ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી દે છે

students dance on patli kamariya in school bus as dj in a baarat play

અસલી મજા તો આને કે’વાય.. જાનમાં વાગી રહ્યું હતું 'પતલી કમરિયા...' સોન્ગ, બાળકોએ સ્કૂલ બસમાં જ મચાવી દીધી ધમાલ.. જુઓ વાયરલ વીડિયો

News Continuous Bureau | Mumbai

બાળકો સાથે જોડાયેલા ઘણા રસપ્રદ અને ફની વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આ વીડિયોમાં બાળકોની તોફાની અને હૃદય સ્પર્શી હરકતો લોકોના દિલ જીતી લે છે. આ જ કારણ છે કે બાળકોના વીડિયો અપલોડ થતાં જ તેઓ ઈન્ટરનેટની દુનિયામાં ધૂમ મચાવી દે છે. બાળકો તેમની ક્ષણોનો આનંદ માણવાની એક પણ તક છોડતા નથી. આ વાયરલ વીડિયોમાં પણ જોઈ શકાય છે, જેમાં સ્કૂલ બસના બાળકો જાનમાં વાગતા ગીતની ધૂન પર ખુશીથી નાચવા લાગે છે.

Join Our WhatsApp Community

વાયરલ થયેલા આ વીડિયો જોઈને તમે પણ હસતા જ રહી જશો. આજકાલ આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બસમાં બેસેલા સ્કૂલના બાળકોના શાનદાર ડાન્સે યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જાનમાં ડીજે વાગી રહ્યો છે અને ડીજેની સાથે અનેક બારાતીઓ પણ છે. ત્યારે જ ત્યાં સ્કૂલ બસ આવી અને જાનને કારણે ટ્રાફિક ધીમો પડી ગયો એટલે આ સ્કૂલના બાળકો બસની અંદર જ ડીજે પર વાગતા ભોજપુરી ગીત “પાતળી કમરિયા” પર કૂદવા લાગ્યા અને નાચવા લાગ્યા. બાળકોના ડાન્સની મસ્તીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બાળકોનો મસ્તીભર્યો ડાન્સ જોઈને તમને તમારા બાળપણના દિવસો પણ યાદ આવી જશે.

આ સમાચાર પણ વાંચો:   CAIT : વેપારીઓ લડી લેવાના મૂડમાં, ઇ-કોમર્સ કંપનીની મનમાની સામે મુંબઈના આ વિસ્તારમાં કર્યું પ્રદર્શન, બાળ્યા પૂતળા…

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version