ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
ભારત દેશનાં અમુક રાજ્યોમાં હવાની ગુણવત્તા બગડી રહી છે, જેના કારણે લોકો વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમ કે ગળામાં બળતરા, છીંક અને ઉધરસ. વાયુપ્રદૂષણ એક એવું ધીમું ઝેર છે જે ધીમે ધીમે સ્વાસ્થ્યને બગાડી રહ્યું છે. આવા પ્રદૂષિત વાતાવરણમાં 6-7 કલાક વિતાવ્યા પછી, કોઈ પણ માનવીને અસ્થમા અને શ્વસન જેવા રોગોનો સામનો કરવો પડી શકે છે. વધતું પ્રદૂષણ ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડે છે, જે શ્વસન રોગોનું જોખમ પણ વધારે છે. એક અંદાજ મુજબ દર વર્ષે વિશ્વભરમાં લગભગ 7 મિલિયન લોકો વાયુપ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. શ્વસન રોગો ઉપરાંત વાયુપ્રદૂષણ હૃદયરોગ, થાક, માથાનો દુખાવો, ચિંતા, આંખોમાં બળતરા, નાક અને ગળા જેવી સમસ્યાઓનું કારણ બને છે. જો તમે પણ વધતાં પ્રદૂષણમાં તમારી જાતને સુરક્ષિત રાખવા માગો છો, તો શરીરને ડિટોક્સ કરો. અમે તમને કેટલાક ડિટોક્સ ડ્રિંક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન તમે સ્વસ્થ રહેવા માટે કરી શકો છો.
લીંબુ, આદુ અને ફુદીનાનો રસ :
લીંબુ, ઍન્ટી ઑક્સિડેન્ટ ગુણધર્મોથી ભરપૂર, શરીર માટે કુદરતી શુદ્ધિ તરીકે કામ કરે છે. એ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી સાથે આદુ અને ફુદીનાનું સેવન કરો, તમારું શરીર ડિટોક્સિફાય થઈ જશે.
દ્રાક્ષનો રસ :
દ્રાક્ષનો રસ શરીરમાંથી ઝેર દૂર કરે છે, સાથોસાથ ફેફસાંને પણ સાફ કરે છે. ઍન્ટી ઑક્સિડેન્ટ ગુણધર્મોથી ભરપૂર, દ્રાક્ષ ફેફસાંમાં બળતરા ઘટાડે છે. એ અસ્થમા અને ફેફસાંના કૅન્સરને રોકવામાં અસરકારક છે. ફેફસાંને સાજાં કરવા માટે અઠવાડિયામાં એક વાર આ રસનું સેવન કરો.
ગ્રીન ટીનું સેવન :
સૂતાં પહેલાં એક કપ ગરમ ગ્રીન ટી આંતરડાંમાંથી ઝેર બહાર કાઢે છે. એ તમારા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને ફેફસાંના સ્વાસ્થ્યને સુધારે છે. એક કપ ગ્રીન ટીમાં આદુ, લીંબુ અથવા મધ મિક્સ કરીને એનું સેવન કરો.
સ્વાસ્થ્ય જાણકારી : પેશાબના રંગમાં ફેરફાર આ રોગો સૂચવે છે ; પેશાબનાં રંગ પરથી જાણો તમારા શરીર વિશે
