ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યાના કેસમાં દરરોજ નવા વળાંક આવી રહ્યાં છે. જોકે કેસની તપાસ અંગે બિહાર અને મુંબઈ પોલીસ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. સુશાંત આત્મહત્યામાં તેના પિતાએ પટણામાં નોંધાવેલી ફરિયાદ પરથી પટણાના સીટી એસ.પી. સહિતની પોલીસ ટીમ ગઈકાલે તપાસ માટે મુંબઈ પહોંચી હતી. મુંબઈ એરપોર્ટની બહાર આવતાની સાથે જ પટનાથી આવેલા એસપી અને તેમની ટીમને બળજબરીપૂર્વક સરકારી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ક્વોરૅન્ટીન કરી દેવામાં આવ્યા છે..
છેલ્લા કેટલા દિવસોથી ફરિયાદો ઉઠી રહી છે કે મુંબઈ પોલીસ, પટના પોલીસને તપાસમાં સહયોગ નથી કરી રહી. આ સંદર્ભે બિહારના ડી.જી.પી- ડાયરેકટર જનરલ ઓફ પોલીસએ ટિ્વટ કરીને જણાવ્યું હતું કે આજે આઈપીએસ વિનય તિવારી સત્તાવાર ફરજ પર પટનાથી મુંબઇ પહોંચ્યા હતા, પરંતુ રવિવારે રાત્રે 11 વાગ્યે બીએમસીના અધિકારીઓએ તેમને બળજબરીથી કોરેન્ટેઇન કરી દીધા હતા. બિહાર પોલીસ એક અઠવાડિયાથી મુંબઈમાં ખૂબ સરસ રીતે તપાસ કરી રહી છે. આમ છતાં હજુ સુધી સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર અને સુશાંત સિંહ ના કેસની ફાઈલ બિહાર પોલીસ સાથે શેર કરી નથી.
દરમિયાન મુંબઇ પોલીસ કમિશનરે આપેલા તાજા બયાન મુજબ "બિહાર પોલીસને મુંબઈમાં તપાસ કરવાનો કોઈ અધિકાર નથી અને આ સંદર્ભે મુંબઈ પોલીસ વધુ કાનૂની સલાહ લઈ રહી છે." સાથે જ મહારાષ્ટ્રના ગૃહપ્રધાનએ ફરી એકવાર પણ દાવો કર્યો છે કે "મુંબઈ પોલીસ સાચી દિશામાં તપાસ કરી રહી છે આથી સીબીઆઇને તપાસ સોંપવાની કોઈ જરૂર નથી."
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com