Site icon News Continuous Bureau | Mumbai

સુશાંત સિંહ રાજપૂત કેસ: ઇડીને પૂછપરછમાં રિયાએ ન આપ્યો સહયોગ, પ્રશ્નોના આપ્યા આવા જવાબ… જાણો વિગતે…

rhea chakraborty did a cryptic post amidst sushant singh rajput murder claim

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

08 ઓગસ્ટ 2020 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં દરરોજ નવો વળાંક આવી રહ્યા છે. આ કેસમાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તપાસ કરી રહ્યા છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં સુશાંત સિંહની કથિત ગર્લફ્રેન્ડ  ચક્રવર્તીની પૂછપરછ હાથ ધરી હતી જેમાં રિયા સહયોગ ના આપતી હોવાનું સામે આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે રિયાને નાણાંકીય વ્યવહાર સંબંધિત 20 સવાલ પૂછવામાં આવ્યા. જો કે રિયાએ એક પણ પ્રશ્નનો જવાબ સીધી રીતે આપ્યો નહોતો. જયારે ઇડીએ ઇન્કમ ટેક્સ રેકોર્ડ માંગ્યો તો રિયાએ કહ્યું હતું કે તે તેના વકીલ મારફતે આઈટીઆર કરી દેશે. તેમજ રિયાને પૂછવામાં આવ્યું હતું કે મુંબઈની પ્રોપર્ટી કઈ રીતે ખરીદી તો રિયાએ જવાબ આપ્યો મને યાદ નથી. મારા સીએને ખબર છે. આમ રિયાએ એક પણ સવાલનો જવાબ સરખી રીતે ના આપતા રિયા કંઇક છુપાવી રહી છે તેવું ઇડીના અધિકારીઓ માની રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઇડી ફરી એક વાર રિયાની પૂછપરછ કરી શકે છે.

સુશાંત આપઘાત કેસ મામલે હવે રિયાની કોલ ડિટેલ સામે આવી છે. સુશાંતના મોત બાદ રિયાએ બ્રાંદ્રાના ડીસીપી સાથે ચાર વખત વાત કરી હતી. રિયાએ સુશાંત સાથે ફોન પર 137 વાર વાત કરી. તે સતત ડીસીપીના સંપર્કમાં હતી. આ ઉપરાંત તેણીએ મહેશ ભટ્ટ, સુશાંતના પિતા કે.કે.સિંઘ અને તેના મિત્ર સિદ્ધાર્થ પીઠાણી સાથે 8 થી 14 જૂન વચ્ચે વાતચીત કરી હતી. જોકે હવે સમગ્ર વિગત સામે આવતા મુંબઈ પોલીસ પણ રિયા ચક્રવર્તી સાથે સવાલો અને શંકાઓના ઘેરામાં આવી ગઈ છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર ગત 21 જુને રિયાએ બાંદ્રાના ડીસીપીને ફોન કર્યો હતો. આ ફોન 28 સેકન્ડ સુધી ચાલ્યો હતો. તો 22 જુને ડીસીપીને એક મેસેજ કરવામાં આવ્યો હતો. તો ડીસીપીએ 22મી જુને રિયાને ફોન કર્યો હતો. જે દરમ્યાન 29 સેકન્ડ સુધી વાતચીત થઈ હતી. જે બાદ આઠ દિવસ પછી ડીસીપીએ રિયાને ફોન કર્યો હતો, જે દરમ્યાન 66 સેકન્ડ વાતચીત કરવામાં આવી હતી. જ્યારે 18મી જુલાઈએ ફરીવાર રિયાએ ડીસીપીને ફોન કર્યો હતો. તો આ મામલે મુંબઈ પોલીસે જણાવ્યુ હતુ કે, રિયાને પોતાનું નિવેદન નોંધાવવા માટે ફોન કરવામાં આવ્યો હતો….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version