ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ઓગસ્ટ 2020
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મામલામાં રિયા ચક્રવર્તીના કોલ રેકોર્ડથી ઘણી માહિતી બહાર આવી રહી છે. કોલ રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું હતું કે રિયાએ ડાયરેક્ટર મહેશ ભટ્ટ સિવાય એક્ટ્રેસે બોલિવૂડના કેટલાક સ્ટારને કોલ કર્યા હતા. રિયા સુપરસ્ટાર આમિર ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંઘ, આદિત્ય રોય કપૂર, રાણા દગ્ગુબતી, સની સિંહ અને સરોજ ખાન જેવી હસ્તીઓ સાથે સંપર્કમાં હતી. ઉલ્લેખનીય છે કે સોમવારે ઈડીની સામે રિયા બીજી વખત હાજર થઈ હતી. બીજી વખત અંદાજીત 9 કલાક સુધી પૂછપરછ ચાલી હતી. આ પૂછપરછમાં ઘણી મહત્વની જાણતારી પ્રાપ્ત થઈ હતી. આ વચ્ચે રિયાના ફોન રેકોર્ડની માહિતીએ ઈડીની સામે મોટો ખુલાસો કર્યો છે.
રિયાના કોલ ડિટેલના રેકોર્ડ મુબજ તેણે એક વખત આમિર ખાનને ફોન કર્યો હતો અને તેના પછી સુપરસ્ટારે તેને ત્રણ એસએમએસ કર્યા હતા. રિપોર્ટ મુજબ કોલ રેકોર્ડસ દ્વારા જાણવા મળે છે કે રિયાએ રકુલ પ્રિત સિંહને 30 કોલ કર્યા હતા. જ્યારે તેના તરફથી 14 કોલ આવ્યા હતા. બંને વચ્ચે એસએમએસ દ્વારા પણ વાતચીત થઈ હતી. સીડીઆર દ્વારા એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે રિયાએ આશિકી-2 ફેમ આદિત્ય રોય કપૂરને 16 વખત કોલ કર્યા હતા. જ્યારે આદિત્ય રોય કપૂરે તેને સાત વખત કોલ કર્યા હતા. ત્રણ વખત શ્રદ્ધા કપૂરને ફોન કર્યો જ્યારે શ્રદ્ધાએ રિયાને બે વખત ફોન કર્યો હતો.
આ ઉપરાંત રિયા સોનૂ કે ટીટૂ કી સ્વીટીના અભિનેતા સનીસિંહ સાથે પણ સંપર્કમાં હતી. રિયાએ તેને સાત વખત ફોન કર્યા હતા. જ્યારે સનીસિંહે તેને ચાર વખત ફોન કર્યા હતા. તો રાણા દગ્ગુબાતી પણ રિયાના સંપર્કમાં હતા. રિયાએ તેણે સાત વખત કોલ કર્યો હતો અને તેણે રિયાને ચાર વખત કોલ કર્યા હતા. ગયા મહિને મૃત્યુ પામનાર ડાન્સ કોરિયોગ્રાફર સરોજ ખાન પણ રિયાના સંપર્કમાં હતા. કોલ રેકોર્ડ અનુસાર, રિયાએ સરોજ ખાનને ત્રણ વાર ફોન કર્યો, જ્યારે સરોજ ખાને તેને બે વાર ફોન કર્યો હતો અને બંને વચ્ચે એક એસએમએસ પણ શેર કરાયો હતો.
સીડીઆરએ વધુમાં ખુલાસો કર્યો કે રિયા મહેશ ભટ્ટના સંપર્કમાં પણ હતી. જાન્યુઆરીમાં, બંનેએ એકબીજાને 16 વખત કોલ્સ કર્યા હતા. મહેશ ભટ્ટે રિયાને સાત વાર ફોન કર્યો, જ્યારે રિયાએ મહેશ ભટ્ટને નવ વાર ફોન કર્યો. નોંધનીય છે કે સીબીઆઈએ સુશાંતના પરિવારના નિવેદન દાખલ કર્યા છે. જેમાં પિતા અને બહેને કહ્યું હતું કે જે રીતે હાલાત બની રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે આ મર્ડર છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
