Site icon

મિઠાઈ ખાવાથી કોરોના ઠીક થાય છે તેવી વાત ફેલાવનારને સરકારે આપી આ સજા.. વાંચો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

9 જુલાઈ 2020

પોતાનો માલ વેચવા માટે લોકો જાતજાતના તર્ક-વિતર્ક ઊભા કરતા હોય છે. એક મીઠાઈ વાળાએ એને ત્યાંની મીઠાઈ ખાવાથી કોરોના સારો થઈ જાય છે એવું ગપ્પુ ચલાવ્યું હતું. જે તેને ભારે પડ્યું છે. ખોટી અફવા ફેલાવવા બદલ પ્રશાસને તેનું લાયસન્સ જપ્ત કરી લીધું છે. 

 એ વાત જાણીતી છે કે કાંઇ પણ નવું બજારમાં આવે તો, એના નામની મીઠાઇ અને વાનગીઓ બજારમાં મળતી થઈ જાય છે. તમિલનાડુ કોઇમ્બતુર માં આવેલા એક મીઠાઈ વાળા એ આવી જ એક તક ઝડપવાનો પ્રયાસ કરતાં તેણે દુકાન બંધ કરવાનો વારો આવ્યો છે. આ મીઠાઈ વાળા એ દાવો કર્યો હતો કે 'એને ત્યાંનો મૈસૂર પાક ખાવાથી કોરોના સારો થઈ જાય છે. તેમજ તેણે પોતાની મીઠાઈમાં આયુર્વેદિક દવાઓ ભેળવી હોવાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને જેને કોરોના ન થયો હોય કે બીજો કોઈ  રોગ ન હોય તે પણ જો એની મીઠાઈ ખાશે તો ભવિષ્યમાં બીમાર નહીં પડે' એવી વાત વહેતી કરી હતી. 

આ દુકાનદાર 50 રૂપિયામાં 50 ગ્રામ મૈસૂર પાક વેંચતો હતો. એટલે કહી શકાય કે 300-350 રૂપિયે કિલો મળતી મીઠાઈના તે 1000 રૂપિયા વસૂલી ઉઘાડી લૂંટ ચલાવતો હતો. જ્યારે આ વાત કોઈમ્બત્તુર પ્રશાસનના કાન સુધી પહોંચી ત્યારે ખાદ્ય વિભાગના અધિકારીઓએ આ મીઠાઈવાળાને ત્યાં રેડ પાડી 120 કિલો મીઠાઈ જપ્ત કરી હતી અને દુકાનનું લાયસન્સ પણ રદ કરી દીધું હતું….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Exit mobile version