Site icon

પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવનાર કાર્ટૂનિસ્ટનું માર્ગ અકસ્માતમાં થયું સંદિગ્ધ મોત, પોલીસે આદરી તપાસ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર

વર્ષ 2007માં મોહમ્મદ પયગંબરનું કાર્ટૂન દોરીને વિવાદ સર્જનાર સ્વીડિશ કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સનું અકસ્માતમાં મોત થયું છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ પોલીસ પ્રોટેક્શનમાં રહેતા લાર્સ પોલીસની ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા એક ટ્રક સામે અથડામણમાં તેમનું નિધન થયું છે. 

સાથે જ તેમની જઈ રહેલા બે પોલીસકર્મીઓના પણ મોત થયા અને બંને ગાડીઓમાં આગ લાગી ગઈ હતી. ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં દાખલ છે.

સ્વીડિશ પોલીસે જણાવ્યું કે આ અત્યંત કરુણ બનાવ હતો. હવે અમારા માટે તે મહત્ત્વનું છે કે અમે એવી કઈ ઘટના બની હતી જેના લીથે કાર અથડાઈ હતી તે ચકાસી જોવાનો ચોક્કસપણે પ્રયત્ન કરીશું. 

ઉલ્લેખનીય છે કે આ વિવાદાસ્પદ કાર્ટૂન પ્રકાશિત થયું ત્યારથી વિલ્ક્સ પોલીસ સંરક્ષણ હેઠળ જીવતો હતો.

ભારતમાં ઝડપથી વધી રહ્યો છે વેક્સીનેશનનો ગ્રાફ, દેશમાં આટલા ટકા લોકોએ લીધો રસીનો પ્રથમ ડોઝ જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોનું થયું સંપૂર્ણ રસીકરણ

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version