ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુલાઈ 2020
એક તરફ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ગત 28 જુલાઇ ના રોજ પ્રસારિત થયાને 12 વર્ષ પૂરા થયાના સારા સમાચાર છે, ત્યાં હવે એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે કોમેડી શોમાં અંજલિ મહેતાની ભૂમિકા ભજવનારી અભિનેત્રી નેહા મહેતા શો માંથી કદાચ વિદાય લેશે. જોકે નોંધપાત્ર વાત છે કે નેહા મહેતા શરૂઆતના 12 વર્ષોથી આ શોનો ભાગ રહી છે.
સૂત્રોના મતે નેહાએ નવા એપિસોડનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યૂસર્સને પોતે આ શોમાં હવે કામ નહીં કરે તે વાત જણાવી દીધી હતી. લૉકડાઉન પછી બીજીવાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારથી અને તે સેટ પર પરત ફરી નથી. ઉલ્લેખનીય છે કે નેહા, તારક મહેતા (શૈલેષ લોઢા) ની ઓનસ્ક્રીન પત્નીનો રોલ કરે છે. જે ડાયટિશિયનની ભૂમિકામાં છે અને તારક માટે ડાયટ ફૂડ બનાવે છે, જે તેને પસંદ નથી. જોકે બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ખૂબ જ ગમે છે..
જો નેહાએ ટીએમકેઓસી છોડવાની અટકળો સાચી હોય તો તે ખરેખર ચાહકો માટે દુ:ખદ સમાચાર હશે જે હજી પણ દિશા વાકાણી ઉર્ફે દયાબેનને પરત લેવાની માંગ કરી રહ્યા છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com