Site icon

તાજનો કર્મચારી કૂતરાને વરસાદથી બચાવવા છત્રી સાથે ઉભો રહ્યો, બોસ રતન ટાટાને આ માનવતા ગમી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

રવિવાર 

રતન ટાટા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે અને કંઈક રસપ્રદ શૅર કરે જ છે. તાજેતરમાં જ તેમણે વધુ એક હૃદયસ્પર્શી તસવીર શૅર કરી છે. તસવીરમાં એક માણસ કૂતરાને વરસાદથી બચાવવા માટે છત્રી સાથે ઊભો છે.

તસવીર શૅર કરતાં રતન ટાટાએ લખ્યું : આ ચોમાસામાં ફરતા લોકો સાથે આરામ વહેંચવો ખૂબ જ સારી વાત છે. આ તાજનો કર્મચારી દયાળુ હતો કે તેણે ભારે વરસાદ પડતો હતો ત્યારે રખડતા કૂતરાને  તેની છત્રીમાં આશરો આપ્યો. મુંબઈની ભાગદોડમાં આ હ્રદયસ્પર્શી ક્ષણ છે. આવા ઇશારા રખડતાં પ્રાણીઓ માટે એક લાંબો રસ્તો નક્કી કરે છે.

એમેઝોનની ‛ગુપ્ત વેબસાઇટ’ વિશે જાણો જ્યાં અડધાથી ઓછી કિંમતે માલ ઉપલબ્ધ છે, વાંચો વિગત 

આ ફોટો પોસ્ટ થયા બાદ તેને એક મિલિયનથી વધુ લાઇક્સ મળી છે. વાયરલ પોસ્ટ પર લોકો પોતાના અલગ-અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.
એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું : આ ખરેખર માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ છે અને એ જાણીને આનંદ થયો કે હજુ પણ માનવતા અસ્તિત્વમાં છે. પ્રાણીઓનું ધ્યાન રાખવા માટે હજુ તેના જેવા વધુ લોકોની જરૂર છે. @ratantata તસવીર શૅર કરવા માટે આભાર સર. અન્ય વ્યક્તિએ લખ્યું : ઓહ શું સુંદર તસવીર છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version