ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
લોકો સ્વિત્ઝર્લેન્ડ જાય છે, યુરોપ જાય છે અને એની ખૂબસૂરતીનાં વખાણ જીવનભર કરતાં રહે છે. આવા સમયે ઉત્તરાખંડથી એવી અદ્ભુત તસવીરો સામે આવી છે, જે જોઈને તમે મોઢામાં આંગળાં નાખી દેશો. ઉત્તરાખંડના પિથોરાગઢ ખેડૂતોએ તુલિપ ફૂલની ખેતી કરી છે. સુંદર ફૂલો અત્યારે ખીલી રહ્યાં છે ત્યારે એક તરફ પાછા પહાડો બીજી તરફ પ્રદૂષણરહિત વાતાવરણ અને ત્રીજી તરફ આ તુલિપનાં ફૂલોને કારણે મોસમ બેનમૂન છે.