Site icon News Continuous Bureau | Mumbai

શું તમે રસી લેવા જઈ રહ્યા છો? તો ચોવીસ કલાક પહેલાંથી આ વાતનું ધ્યાન રાખજો…..

   વિશ્વમાં કોરોના ની બીજી લહેરે ફરીથી લોકોને ત્રસ્ત કરી દીધા છે.  પણ સાથે રાહતના સમાચાર એ છે  કોરોના સંક્રમણને રોકવા માટેના રસીકરણ પર પણ ભાર મૂકવામાં આવે છે.

       વિશેષજ્ઞોનું માનવું છે કે, વેક્સિનેશન લીધા પહેલાં ના 24 કલાક ખૂબ જ અગત્યના છે અને એ ચોવીસ કલાક દરમિયાન તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. તો આવો જાણીએ કે શું છે એ ધ્યાન રાખવા જેવી બાબતો.. 

Join Our WhatsApp Channel

1, વેક્સિનેશન લેવા જતાં  ચોવીસ કલાક પહેલાં કોઇપણ પેઇનકિલર દવા લેવી નહીં.

2, જે પણ કોઈ વ્યક્તિને દારૂ પીવાની આદત હોય તેમણે વેક્સિનેશન પહેલા દારૂ પીવો નહીં. દારૂ પીવાથી ડીહાઇડ્રેશન થાય અને એનાથી હેંગ ઓવર પણ થઈ શકે છે. જે વેક્સિન માટે નુકસાનકારક નીવડી શકે છે.

3, વેક્સિન લેવા જતા અગાઉની રાત્રે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ અગત્યની છે.

આઠ કલાકની પૂરતી ઉંઘ લેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે શરીર માટે ઉત્તમ ગણાય છે.

4, જો તમને બીજી કોઈ પણ બીમારી હોય તો તમારા ડોક્ટરની સલાહ વગર રસી લેવા જવું નહીં.

5, રસી લેવા જતા અગાઉ કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લેવો નહીં. સ્ટ્રેસ લેવાથી બીપી વધી જવાનો ભય રહે છે. એનાથી પ્રતિકાર શક્તિ પર વિપરીત અસર થઈ શકે છે.

6, જે વ્યક્તિને કોઈપણ પ્રકારની દવા લીધા પછી એલર્જી થતી હોય, તેમણે તેમના ડોક્ટરની સલાહ લીધા પછી જ રસી લેવા જવું કારણ કોરોનાની રસી લીધા પછી ઘણા એવા પણ કેસ આવ્યા છે કે તેમને રસી લીધા પછી  એલર્જી થઈ હોય.

200 રૂપિયા માં શું થાય છે? બોમ્બે હાઈકોર્ટે મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી. થુકનાર ની વિરુદ્ધમાં નબળી કાર્યવાહી કેમ? 
 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version