Site icon

બ્યૂટી ટિપ્સ-વાળની ​​સમસ્યા ને જડમૂળ થી ખતમ કરવા કરો આમલીના પાન ઉપયોગ-જાણો તેને બનાવવાની અને ઉપયોગ કરવાની રીત વિશે

News Continuous Bureau | Mumbai

બદલાતી ઋતુઓ સાથે માનવ જીવનમાં અનેક કુદરતી ફેરફારો જોવા મળે છે. તે મુજબ આપણા શરીરમાં પણ ફેરફારો થવા લાગે છે. આ બધી બાબતો પાછળ આહાર અને હોર્મોન(hormone) જવાબદાર છે. કહેવાય છે કે બાળપણમાં તેલની માલિશ(oil massage) કરવાથી ત્વચાના કોષો મજબૂત બને છે, જેનાથી આપણા શરીરની સુંદરતામાં બદલાવ આવે છે, તેવી જ રીતે વાળની ​​પણ કાળજી લેવાની જરૂર છે. કાળજી ન રાખવાને કારણે આપણને સફેદ વાળ, વાળ ખરવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો ચાલો જાણીએ કે આમલીના પાનની મદદથી આ બધી સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકાય છે.

Join Our WhatsApp Community

1. આમલીના પાન અને દહીં

તમે તમારા વાળ માટે દહીં(curd) અને આમલીના પાનથી હેર પેક(tamarind leaves) તૈયાર કરી શકો છો, જે તમારા ગ્રે વાળને ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમારે થોડા આમલીના પાનને દહીંમાં ભેળવીને તમારા વાળમાં 1 કલાક સુધી લગાવવા પડશે. થોડા દિવસોમાં તમને સારા પરિણામ દેખાવા લાગશે.

2. આમળા અને આમલીના પાન

આમળા(gooseberry) અને આમલીના પાન પણ વાળને ઘણા ફાયદા આપે છે. આ માટે તમારે તાજા આમળા લેવા પડશે અને આમલીના થોડા પાન લેવા પડશે. આ પછી આમળા ને કાપીને તેને આમલીના પાન સાથે પીસીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને નહાતા પહેલા વાળમાં લગાવો. આમ  કરવાથી સફેદ વાળથી તમને જલ્દી છુટકારો મળશે.

3. આમલીના પાન અને મેથીના દાણા

મેથીના દાણા અને આમલીના પાન પણ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે તમારે મેથીને એક નાના વાસણમાં આખી રાત પલાળી રાખવાની છે. સવારે ઉઠ્યા બાદ તેનું પાણી ગાળી લો. મેથીના દાણામાં આમલીના પાન(tamarind leaves)  મિક્સ કરીને પીસી લો, હવે તમે તેની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- હોઠની કાળાશ દૂર કરવા ઘરે જ બનાવો લિપ ક્રીમ-જાણો તેને બનાવવાની આસાન રીત વિશે

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version