Site icon News Continuous Bureau | Mumbai

એક અબુધ પક્ષી માટે 35 દિવસથી અંધારામાં બેઠું છે આખું ગામ… જરુર વાંચો આ જીવદયાનો કિસ્સો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

27 જુલાઈ 2020

તમિલનાડુના શિવગંગા જિલ્લાના એક ગામમાં  પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ અને દયા દર્શાવતી એક ઘટના બની છે. ઇન્ડિયન રોબિન અને તેના નવજાત બચ્ચાઓ માટે આખું ગામ 35 દિવસ સુધી અંધકારમાં રહ્યું. વાત એમ છે કે ગામના એક વીજળીના થાંભલા ઉપર સ્ટ્રીટ લાઇટ માટે સ્વીચ બોર્ડ બનાવ્યાં હતાં. આ બોર્ડ પર સલામત સ્થાન મળતાં, ઇન્ડિયન રોબિન નામનાં પક્ષીએ ઘર બનાવવાનું શરૂ કર્યું. બે દિવસ બાદ, પક્ષીએ આ માળામાં ત્રણ ઇંડા મૂક્યા. આ જોઈને ગામના એક યુવકે વોટ્સએપ ગ્રુપ બનાવી આ પક્ષીની ગતિવિધિઓ પર નજર રાખવી શરૂ કરી. સાથે જ આ પક્ષીને, બચ્ચા ઉછેરવા માટે યોગ્ય વાતાવરણ અને શાંતિ મળી રહે એ હેતુથી આખા ગામની લાઈટ બંધ રાખવાનું વિચાર્યું. આથી યુવકોએ ભેગાં મળી ગ્રામજનો અને સરપંચને સ્ટ્રીટ લાઇટ બંધ રાખવા અને બોર્ડ ઉપરનું બટન ચાલુ નહીં કરવાની વિનંતી કરી. જેથી, પક્ષીને ઇંડા ઉછેરવા યોગ્ય વાતાવરણ અને શાંતિ મળે.

એક અહેવાલ મુજબ, ગામના યુવકોએ પક્ષી અને તેના ઇંડા સુરક્ષિત રહે તે માટે  ગ્રામ પંચાયતના વડાઓનો સંપર્ક કર્યો અને કહ્યું કે "જેમ કોરોના વાયરસના  લોકડાઉનથી ઘણા લોકો બેઘર અને બેરોજગાર થયાં છે એ જોઈને આપણે દુઃખી છીએ. તેવી જ રીતે આ પક્ષી પણ બેઘર હોવાથી, સ્ટ્રીટ લાઈટ ઉપર ઈંડા મૂક્યાં છે. યુવકોની આવી રજૂઆત બાદ, નિર્ણય લેવાયો કે બચ્ચા માળા માંથી ઉડતાં ના થઈ જાય ત્યાં સુધી ગામની સ્ટ્રીટ લાઇટ્સ બંધ રહેશે." 

આમ ગામના કેટલાક યુવકોની જીવદયા અને સુજબુજ ને કારણે ઇન્ડિયન રોબિન અને તેના 3 નવજાત બચ્ચાને જીવન મળ્યું..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version