ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
08 ફ્રેબ્રુઆરી 2021
યુરોપમાં એક વિચિત્ર બનાવ બન્યો છે. જે મુજબ એક 16 વર્ષની વયનો છોકરો લંડન ખાતે ટેક ઓફ કરી રહેલા એક કાર્ગો ફ્લાઇટના લેન્ડિંગ ગિઅર માં ચોટી ગયો હતો. ત્યારબાદ આ વિમાન ૧૯ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું અને ૫૧૦ કિલોમીટરની સફર કાપી ને હોલેન્ડ પહોંચ્યું. આટલી ઊંચાઈ પર તે બાળક જીવિત રહ્યો તે આશ્ચર્ય છે. સામાન્ય રીતે આટલી ઊંચાઈ પર પહોંચ્યા બાદ શ્વાસની તકલીફ તેમજ ઠંડીને કારણે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છે.
હોલેન્ડ એરપોર્ટ ખાતે સત્તાવાળાઓએ આ બાળકને જોયો અને ત્યાર બાદ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસે વાતની તપાસ કરી રહી છે કે ક્યાંક આ માનવ તસ્કરી નો કિસ્સો નથી?
ઉત્તરાખંડમાં જળ પ્રલય બાદ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના ઝટકાથી ધરા ધ્રુજી.
ચીની ઘુસણખોરીને બંધ કરવા ભારતની તૈયારી, મોદી સરકારે ભર્યું આ મોટું પગલું. જાણો વિગત