Site icon News Continuous Bureau | Mumbai

ભારત વિરોધી રેલી પર પાકિસ્તાનમાં ગ્રેનેટ હુમલો, ‘સિંધુદેશ ક્રાંતિકારી આર્મી’એ જવાબદારી સ્વીકારી

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
07 ઓગસ્ટ 2020
પાકિસ્તાનના કરાચીમાં બુધવારે એક રેલીમાં ગ્રેનેડ હુમલો થતાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. ભારત દ્વારા કાશ્મીરમાંથી કલમ 370  હટાવવામાં આવી તેની સામે આ વિરોધ પ્રદર્શન રેલી યોજવામાં આવી હતી. 5 ઓગસ્ટે તેની પ્રથમ વર્ષગાંઠ હતી.

ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એકની હાલત ગંભીર છે. કરાચીના આરોગ્ય અધિકારી અને કરાચી પોલીસ વડાએ જણાવ્યું હતું કે "રેલી પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. 'સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી' (એસઆરએ) નામની સંસ્થાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તે એક અલગાવવાદી સંગઠન છે અને હાલમાં જ સક્રિય થયું છે."

Join Our WhatsApp Channel

જૂન મહિનામાં એસઆરએ એ આ વિસ્તારમાં થયેલા અન્ય ત્રણ ધડાકાની જવાબદારી લીધી છે. જેમાં 2 જવાન સહીત 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જૂથે માંગ કરી હતી કે સિંધને કરાચીથી અલગ કરવામાં આવે. આ પ્રાંતની રાજધાની કરાચી છે. એસઆરએ એ 'બલુચિસ્તાન લિબરેશન આર્મી' સાથે જોડાણની પણ જાહેરાત કરી છે. બલુચિસ્તાન લિબરેશન આર્મી એ એક સંગઠન છે જે દક્ષિણ પાકિસ્તાનના બલુચિસ્તાન ક્ષેત્રની આઝાદીની લાંબા સમયથી માંગ કરી રહ્યું છે…

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version