Site icon News Continuous Bureau | Mumbai

History of Dosa Invention: દારૂના ચક્કરમાં ડોસાનો જન્મ! જાણો તમારી ફેવરિટ સાઉથ ઇન્ડિયન વાનગીઓ કેવી રીતે અસ્તિત્વમાં આવી.

માર્કેટમાં દર મિનિટે ૧૨૨ ડોસાનો ઓર્ડર: ૧.૨૨ લાખ કરોડના ગ્લોબલ માર્કેટ પર ભારતનો કબજો; સંગમ સાહિત્યમાં પણ છે આ વાનગીનો ઉલ્લેખ.

History of Dosa Invention દારૂના ચક્કરમાં ડોસાનો જન્મ! જાણો તમારી ફેવરિટ સાઉથ

History of Dosa Invention દારૂના ચક્કરમાં ડોસાનો જન્મ! જાણો તમારી ફેવરિટ સાઉથ

News Continuous Bureau | Mumbai
History of Dosa Invention ક્રિસ્પી ડોસા અને ગરમાગરમ સાંભારનું નામ પડે એટલે ભૂખ આપોઆપ વધી જાય છે. આજે ડોસાના અનેક પ્રકારો બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તેની શોધ કેવી રીતે થઈ તેને લઈને ઘણી લોકકથાઓ પ્રચલિત છે. સૌથી લોકપ્રિય વાર્તા મુજબ, ડોસાની શોધ એક રસોઈયાના ‘પાપ’ (દોષ) માંથી થઈ હતી! એક કથા મુજબ, ઉડુપીના એક બ્રાહ્મણ રસોઈયાએ ધાર્મિક બંધનો તોડીને ચોખાને આથો આપીને દારૂ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે તેણે જોયું તો તે દારૂ તો ન બન્યો પણ ખીરું ખાટું થઈ ગયું હતું. ગુસ્સામાં તેણે તે ખીરું ગરમ તવા પર ફેંક્યું અને એક પાતળી પડ જેવી વાનગી બની ગઈ. આ વાનગી ટેસ્ટમાં લિજ્જતદાર નીકળી. કન્નડમાં ‘દોશા’નો અર્થ ‘પાપ’ થાય છે, તેથી આ પ્રયોગને ‘દોશા’ નામ મળ્યું જે બાદમાં ‘ડોસા’ તરીકે જાણીતું થયું.

રાજા સોમેશ્વર અને વધેલા ખોરાકનો ઉપયોગ

બીજી એક વાર્તા ચાલુક્ય રાજા સોમેશ્વર તૃતીય સાથે જોડાયેલી છે. મહેલમાં એક મોટી પાર્ટી બાદ ઘણું ભોજન વધ્યું હતું. રાજાએ રસોઈયાઓને કંઈક નવું બનાવવા કહ્યું. રસોઈયાઓએ વધેલા બટાકાને મસાલા સાથે મિક્સ કર્યા અને સાદા ડોસાની અંદર ભરી દીધા. આ રીતે ‘મસાલા ડોસા’નો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. 12મી સદીમાં રાજા સોમેશ્વરે લખેલા સંસ્કૃત જ્ઞાનકોશ ‘માનસોલ્લાસા’માં પણ ‘દોસકા’ની રેસીપીનો ઉલ્લેખ મળે છે.

Join Our WhatsApp Channel

ડુંગળી છુપાવવા માટે બન્યો ‘મસાલા ડોસા’!

ગલ્ફ ન્યૂઝના એક અહેવાલ મુજબ, શરૂઆતમાં બ્રાહ્મણો ડુંગળી ખાવાથી પરેજી રાખતા હતા. એકવાર બટાકાની અછત સર્જાતા રસોઈયાઓએ ગ્રેવીમાં ડુંગળી નાખીને મસાલો તૈયાર કર્યો. ડુંગળી કોઈને દેખાય નહીં તે માટે તેમણે તેને ડોસાની અંદર ભરીને તેને સિલિન્ડર જેવો આકાર આપી દીધો. આ રીતે મસાલા ડોસા વધુ પ્રચલિત થયો અને આજે તે ભારતની ઓળખ બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Yogesh Verma: “સરકાર આપના દ્વારે” પહેલ અંતર્ગત વોર્ડ 35માં તમામ વિભાગોનો સંયુક્ત દોરો; 5 કલાક પગપાળા નિરીક્ષણ અને 3 કલાકની સમસ્યા નિવારણ બેઠક

ડોસાનું કરોડોનું માર્કેટ

રિસર્ચ રિપોર્ટ્સ મુજબ, 2024માં ગ્લોબલ ડોસા રેસ્ટોરન્ટ માર્કેટ અંદાજે ₹1,22,640 કરોડનું હતું. જેમાં એશિયા પેસિફિક રિજન (ખાસ કરીને ભારત) નો હિસ્સો 58% છે. સ્વિગીના આંકડા મુજબ, 2023-24માં દર મિનિટે સરેરાશ 122 ડોસા ડિલિવર કરવામાં આવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે આ સાઉથ ઇન્ડિયન વાનગી માટે લોકોમાં કેટલું પાગલપન છે.

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version