Site icon

વર્લ્ડ કૉમ્યુનિકેશન ફોરમનું સભ્યપદ મેળવનાર પ્રથમ ભારતીય બન્યું આ દંપતી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કારુલકર પ્રતિષ્ઠાનના પ્રમુખ પ્રશાંત કરુલકર અને તેમનાં પત્ની તેમ જ પ્રતિષ્ઠાનના ઉપપ્રમુખ શીતલ જોશી-કારુલકરને વર્લ્ડ કૉમ્યુનિકેશન ફોરમ ઍસોસિયેશન (WCFA)ની કૉર્પોરેટ સદસ્યતા મેળવી છે અને આ વિશ્વસ્તરે આ સન્માન મેળવનારાં પ્રથમ ભારતીય દંપતી છે. કારુલકરને સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારા વાર્ષિક સંમેલનમાં ભાગ લેવાની તક પણ મળશે.

આ કૉન્ફરન્સમાં ઍડ્વર્ટાઇઝિંગ, ડિજિટલ માર્કેટિંગ, મીડિયા, પીઆર જેવા કૉમ્યુનિકેશન ક્ષેત્રના જાણીતા લોકો  હાજર રહેશે. આ પરિષદ એ જ હૉલમાં રાખવામાં આવી છે જ્યાં દર વર્ષે 26 જાન્યુઆરીની આસપાસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ મળે છે. પરિષદનું સભ્યપદ ફક્ત આમંત્રિતોને જ આપવામાં આવે છે અને તેઓ જ આ વિશ્વ પરિષદમાં ભાગ લઈ શકે છે.

એલોપથી પર બાબા રામદેવના નિવેદન બદલ આજે ડોક્ટરોએ ઉજવ્યો ‘બ્લેક ડે’, પગલાં ભરવાની કરી માગ ; જાણો વિગતે 

આ નવી જવાબદારી દ્વારા પ્રશાંત કરુલકર પ્રથમ ભારતમાં અને ત્યારબાદ વૈશ્વિક સ્તરે વર્લ્ડ કૉમ્યુનિકેશન ફોરમ ઍસોસિયેશનના કાર્યને નવી દિશા આપશે. પ્રશાંત નવી તકો અને નવા વ્યવસાય સોદા માટે મંચને ખોલવામાં મદદ કરશે, જ્યારે શીતલ કરુલકર આ મંચ દ્વારા સંચાર ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારી વધારશે. આ ઉપરાંત, દંપતી વૈશ્વિક સ્તરે 'ન્યુઝ ડંકા' જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું પ્રતિનિધિત્વ કરશે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version