Site icon

શું તમે જાણો છો એશિયામાં સૌપ્રથમ ગણેશોત્સવ કયાં ઉજવાયો હતો- 1878માં શરૂ થયેલી પરંપરા આજે પણ છે કાયમ

News Continuous Bureau | Mumbai

આજે દેશભરમાં ભાદરવા સુદ ચોથના(Bhadrawa Sud Chauth) દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર(Ganesh Chaturthi festival) ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે શું તમે જાણો છો કે એશિયામાં સૌપ્રથમ ગણેશોત્સવની ઊજવણી(Celebration of Ganeshotsava) કયા શરૂ થઈ હતી?  એશિયામાં સૌપ્રથમ, એટલે કે

Join Our WhatsApp Community

1878માં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પાટણથી ગણેશોત્સવની ઊજવણી કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું.

મંદિરો અને ધાર્મિક સ્થળોથી(temples and religious places) ઓળખાતા પાટણ નગરમાં(Patan Nagar) મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા સ્થાપિત ગણેશવાડી શ્રદ્ધાનું કેન્દ્ર 140 વર્ષથી રહી છે. ગણેશવાડી મહોત્સવના(Ganeshwadi festival) આયોજકના કહેવા મુજબ સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીનો આરંભ 1893માં લોકમાન્ય ટિળકે(Lokmanya Tilak) કરાવ્યો હતો. પાટણમાં જોકે એ પૂર્વેથી એટલે કે 1878થી મહારાષ્ટ્રિયન પરિવારો(Maharashtrian families) દ્વારા ગણેશ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી આજ સુધી ગણેશોત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે  છે.

આ સમાચાર પણ વાંચો : આજે છે ગણેશ ચતુર્થી-જાણો બાપ્પાની મૂર્તિ સ્થાપન નું શુભ મુહૂર્ત તેમજ પૂજાની રીત અને ચંદ્રદર્શન માટે નિષિદ્ધ સમય

આ શહેરમાં 25 જેટલા મહારાષ્ટ્રીયન પરિવારો વસે છે. દરેક મરાઠી પરિવારોના  ઘરે ગણેશજીની સ્થાપના કરાય છે, એટલે દર વર્ષે ગણેશવાડીમાં સાર્વજનિક અને 25થી વધુ ઘરોએ માટીના ગણેશ સ્થાપિત કરી મહોત્સવ ઉજવાય છે. લોકમાન્ય ટિળકે ગણેશ મહોત્સવ શરૂ કરાવ્યો એના પહેલાંથી પાટણમાં ગણેશોત્સવ ઊજવાય છે.

પાટણ શહેરમાં ગાયકવાડી રાજમાં વહીવટદાર ગોવિંદરાવ યશવંતરાવના(Govinda Rao Yashwantrao) હસ્તે ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પાટણના રામજી મંદિર, કૃષ્ણ મંદિર અને મરાઠી શાળામાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હતી. પાટણથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ત્યારે ઉત્સવ 11 દિવસનો હતો.

1878માં શરૂ થયેલી ભગવાન ગણેશજીની ઉજવણીનાં 50 વર્ષ પૂર્ણ થતાં એટલે 1928માં સુવર્ણ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો. 1978માં 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : ગણેશ ચતુર્થી નિમિત્તે મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના લાઈવ દર્શન કરો અહીં

વર્ષ 1942માં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા શરૂ કરાયેલી ભગવાન મહોત્સવની ઉજવણી એટલે કે ગણેશ ચતુર્થીની ઉજવણી 75 વર્ષ પૂર્ણ થતા હોઈ તેની ઉજવણીની તૈયારી હાઇ ધરાઈ હતી, પરંતુ તે સમયે દેશની આઝાદીની ચળવળ ચરમસીમા ઉપર હતા અને લોકો આઝાદીની ચળવળમાં હતા જેને પગલે છેવટે ભગવાન ગણેશ ચતુર્થીની 75 વર્ષની ઉજવણીનો કાર્યકમ ધામધૂમથી કરવાનો મોકુફ રાખી સાદગીથી ઉજવણી કરાઈ હતી. તો 2020 કોરોના મહામારીને કારણે પણ સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી. જ્યારે 2021માં પણ સાદગીપૂર્ણ રીતે મહોત્સવ ઉજવાયો હતો. જ્યારે 2022માં 11 દિવસ ધામધૂમથી 145માં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં વષૅ 1878માં સૌ પ્રથમ મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા પાટણના નગરજનોને સાથે રાખી સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિના નેજા હેઠળ ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતનાં ત્રણ ચાર વર્ષ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા રામજી મંદિરની સામે મરાઠી સ્કુલ હતી, તેમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ બે ચાર વર્ષ રામજી મંદિર ખાતે અને ત્યારબાદ બાદ આજ વિસ્તારમાં આવેલા કૃષ્ણ મંદિર ખાતે સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીની સ્થાપના કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિને ભદ્વ વિસ્તારમાં જ પોતાની જગ્યા મળતા ગણેશવાડીની સ્થાપના કરી ત્યારથી જ ત્યાં  ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : લાલબાગના ગણપતિના દર્શન લાઈવ – વિડીયો જોવા માટે ક્લિક કરો.

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version