ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 ડિસેમ્બર 2020
ઉત્તર પ્રદેશના આઝમગઢથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવાં એક વરરાજા સામે આવ્યાં છે જેઓ વાજતેગાજતે પોતાની જાણ લઈને જિલ્લાના જ એક ગામમાં ગયાં. નૃત્ય કરતો વરરાજા કન્યાના ઘરે પહોંચ્યો ત્યારે સ્તબ્ધ થઈ ગયો. અહીં લગ્નની પાર્ટીમાં ન તો મંડપ હતો ના નવવધુના પરિવારજનો જોવા મળ્યા..
જાનૈયાઓ આખી રાત દુલ્હનનું ઘર અને તેના પરિવારની શોધખોળ કરતી રહી. જ્યારે કન્યા અને તેના પરિવારને લગ્નની જાણ વિશે ખબર જ નહતી, ત્યારે આખી જાનએ મજબૂરીથી ખાલી હાથે ઘરે પરત ફરવું પડ્યું. વરરાજાના પરિવારજનોનો તમામ ગુસ્સો આ લગ્નમાં મધ્યસ્થી કરનારી મહિલા પર ઉતર્યો. પરિણામે કોતવાલી પોલીસ મથકમાં ભારે હોબાળો મચી ગયો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે યુવતીના પરિવાર દ્વારા પણ તેને બેવકૂફ બનાવાઈ છે.
વરિષ્ઠ એસઆઈએ આ સમગ્ર મામલે કહ્યું કે, 'અમે બંને પક્ષોને વાતચીત દ્વારા મામલો હલ કરવાની તક આપી છે. બંને પક્ષો સમાધાન પર પહોંચી ગયા હતા અને છોકરાઓએ મહિલા વિરુદ્ધ કોઈ એફઆઈઆર નથી લખી. આખા કિસ્સામાં ભૂલ ફક્ત એટલી જ હતી કે છોકરાનો પરિવાર છોકરીના ઘરે ગયો ન હતો. સીધી જ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી . અને છોકરા વાળા જાણ લઈને પહોંચી ગયાં હતાં.
