Site icon

JEE (મેઈન) મા 99.8% લાવનાર ટોપર બનાવટી નીકળ્યો.. છેતરપિંડી મામલે 4 ની ધરપકડ..  જાણો વિગત.. 

Thief goes to a dance bar with 47 lacs of jewelry and 10 lakhs cash, police nabs the thief.

મુંબઈ શહેરની ઘટના : 47 લાખના દાગીના અને 10 લાખ રોકડા લઈને ડાન્સ બારમાં બેઠો નોકર

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

29 ઓક્ટોબર 2020

99.8 ટકા મેળવીને ગુવાહાટી જેઇઇ (મેઈન) ની પરીક્ષામાં પ્રથમ ક્રમે રહેલા આસામના ઉમેદવાર અને તેના પિતાને છેતરપિંડી કરવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ આરોપીએ પોતાના બદલે બીજા કોઈની પાસે પરીક્ષા અપાવી હતી. આરોપી, તેના પિતા અને ત્રણ અન્ય લોકો સામે ફરિયાદ નોંધાયા પણ નોંધવામાં આવી છે. 

આસામના ઉમેદવાર અને તેના પિતાએ દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં આઈઆઈટી સહિતની પરીક્ષાઓમાં બનાવટ  કરી હોવાનું જણાયું છે.  પોલીસને આ સમગ્ર મામલામાં મોટા રેકેટની સંડોવણી હોવાની પણ શંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી 5 સપ્ટેમ્બર 2020 ના રોજ પરીક્ષા આપવા કેન્દ્રમાં આવ્યો હતો. જરૂરી બાયોમેટ્રિક ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, તે પાછો જતો રહ્યો હતો અને તેના બદલે કોઈ બીજાએ આ પરીક્ષા આપી. 

આ સમગ્ર છેતરપિંડીમાં કેન્દ્રના નિરીક્ષકો પણ સામેલ હતા. આ કામગીરી એક શૈક્ષણિક સંસ્થાની મદદથી કરવામાં આવી હતી. આરોપીની કોલ રેકોર્ડિંગ અને વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે પરીક્ષામાં ટોચની યુક્તિઓનો ઉલ્લેખ કરી રહ્યો હતો. 

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version