ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે ૨૦૨૧
મંગળવાર
બસ્તરમાં કોરોનાને કારણે ૧૦ નક્સલવાદીઓના મોત નીપજ્યા છે, જેમના ગઈકાલે અંતિમ સંસ્કાર નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. દક્ષિણ બસ્તર દંતેવાડા જિલ્લાના એસપી ડો. અભિષેક પલ્લવે આ સમાચારની પુષ્ટિ કરી હતી. તે જ પ્રમાણે ૪૦૦થી વધુ નક્સલવાદીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યાની માહિતી મળી છે.
મુંબઈમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો, પણ મૃત્યુઆંક વધ્યો. જાણો આજના લેટેસ્ટ આંકડા
સુકમા અને બીજપુરના જંગલોમાં ૨૦ દિવસ પહેલા નક્સલવાદીઓએ એક મોટી બેઠક યોજી હતી, જેમાં ૫૦૦થી વધુ નક્સલવાદીઓ સામેલ હતા. ત્યાંથી આ ચેપ ફેલાયો હોવાની આશંકા છે. મોટી સંખ્યામાં નક્સલવાદીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી હવે જંગલની વચ્ચે રહેતા લગભગ ૨ લાખ આદિવાસી લોકોના પણ કોરોના ફેલાવાનું જોખમ વધી ગયું છે.
ઉલ્લેખનીય છે કે અહીં નક્સલીઓ કોરોના સહિત ફૂડ પોઇઝનિંગથી પીડાય રહ્યા છે. પોલીસે નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવા અપીલ કરી હતી અને તેમને પોતાના ખર્ચે સારવાર કરાવવાની ખાતરી પણ આપી હતી.