Site icon

Lok Sabha elections: લોકસભા ચૂંટણીમાં PM મોદીની જીતની ‘હેટ્રિક’, દુનિયાભરમાંથી આવ્યા અભિનંદન, જાણો કોણે શું કહ્યું..

પ્રધાનમંત્રી કોમરેડ પ્રચંડજીનો તમારી શુભેચ્છાઓ બદલ આભાર. ભારત-નેપાળની મૈત્રીને મજબૂત કરવા માટે સતત સહયોગ માટે આતુર છું.

PM Modi's victory in Lok Sabha elections, congratulations from all

PM Modi's victory in Lok Sabha elections, congratulations from all

News Continuous Bureau | Mumbai 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં યોજાયેલી 18મી લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ વિશ્વના નેતાઓને અભિનંદન પાઠવતા સંદેશાઓ આપવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર વિશ્વનાં નેતાઓનાં સંદેશાઓનો જવાબ આપ્યો હતો.

Join Our WhatsApp Community

મોરેશિયસ ગણરાજ્યના પ્રધાનમંત્રી શ્રી પ્રવિન્દ કુમાર જગન્નાથની એક પોસ્ટના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે;

“પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથજીનો હૃદયપૂર્વકનો સંદેશો આપવા બદલ આભાર. મોરેશિયસ આપણી પડોશી પ્રથમ નીતિ, વિઝન સાગર અને વૈશ્વિક દક્ષિણ માટે અમારી પ્રતિબદ્ધતાના આંતરછેદમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હું આપણી વિશેષ ભાગીદારીને વધુ ગાઢ બનાવવા સંયુક્તપણે કામ કરવા આતુર છું.”

 

ભૂતાનના પ્રધાનમંત્રી શ્રી થિસેરિંગ તોબગેની એક પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે;

“મારા મિત્ર પ્રધાનમંત્રી શેરિંગ તોબગેનો તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. ભારત-ભૂટાનના સંબંધો મજબૂત થવાનું ચાલુ રાખશે.”

આ સમાચાર પણ વાંચો :Mumbai Hoarding Collapsed: મુંબઈના મલાડમાં તૂટી પડ્યું હોર્ડિંગ; આટલા ગંભીર રીતે ઘાયલ..

 

નેપાળના પ્રધાનમંત્રી કોમરેડ પ્રચંડની એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે;

“પ્રધાનમંત્રી કોમરેડ પ્રચંડજીનો તમારી શુભેચ્છાઓ બદલ આભાર. ભારત-નેપાળની મૈત્રીને મજબૂત કરવા માટે સતત સહયોગ માટે આતુર છું.”

 

શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી રાનિલ વિક્રમસિંઘેની એક પોસ્ટના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે;

“આભાર, મિસ્ટર રાનિલ વિક્રમસિંઘે. હું ભારત-શ્રીલંકા વચ્ચે આર્થિક ભાગીદારી પર અમારા સતત સહયોગ માટે આતુર છું.”

 

શ્રીલંકાના કાર્યકારી પ્રમુખ શ્રી મહિન્દા રાજપક્ષેની એક પોસ્ટના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે;

“તમારી શુભેચ્છાઓ બદલ આભાર, મારા મિત્ર મહિન્દા રાજપક્ષે. ભારત અને શ્રીલંકાની ભાગીદારી નવી સરહદોને આલેખે છે, તેથી તમારા સતત સાથસહકાર માટે આતુર છીએ.”

 

શ્રીલંકાના ફિલ્ડ માર્શલ શ્રી સરથ ફોન્સેકાની એક પોસ્ટના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે;

“આભાર મિ. સરથ ફૉન્સેકા. શ્રીલંકા સાથે અમારા સંબંધો ખાસ છે. અમે તેને વધુ ગાઢ અને મજબૂત કરવા માટે શ્રીલંકાના લોકો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.”

 

શ્રીલંકાના વિરોધ પક્ષના નેતા શ્રી સજીથ પ્રેમદાસાની એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે;

“સજીથ પ્રેમદાસાનો તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર! શ્રીલંકા સાથેના આપણા સંબંધો વિશિષ્ટ અને વિશિષ્ટ રીતે ભાઈચારાભર્યા છે. અમે અમારી પડોશી પ્રથમ નીતિને ધ્યાનમાં રાખીને અમારા અતૂટ બંધનોને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ!”

 

ઇટાલીના પ્રધાનમંત્રી સુશ્રી જ્યોર્જિયા મેલોનીની એક પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે;

“પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને આપની શુભેચ્છાઓ બદલ તમારો આભાર. અમે ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવા માટે કટિબદ્ધ છીએ, જેને સહિયારા મૂલ્યો અને હિતો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. વૈશ્વિક હિત માટે સાથે મળીને કામ કરવા આતુર છું.”

 

પ્રધાનમંત્રીએ માલદિવનાં રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝ્ઝુની એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી;

“રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનો આભાર. હિંદ મહાસાગર ક્ષેત્રમાં માલદિવ અમારું મૂલ્યવાન ભાગીદાર અને પડોશી દેશ છે. હું પણ આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે ગાઢ સહકારની આશા રાખું છું.”

 

માલદિવનાં ઉપરાષ્ટ્રપતિ શ્રી હુસૈન મોહમ્મદ લતીફની એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે;

“ઉપરાષ્ટ્રપતિ સેમ્બે આપના માયાળુ સંદેશની પ્રશંસા કરો. અમે દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.”

 

માલદિવનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી મોહમ્મદ નાશીદની એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે;

“મોહમ્મદ નાશીદનો તમારી શુભેચ્છાઓ બદલ આભાર. અમે ભારત -માલ્દિવ્સનાં સંબંધોને વધારવા માટે તમારા સતત સાથસહકારની કદર કરીએ છીએ.”

 

પ્રધાનમંત્રીએ માલદીવના રાજકારણી અને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અબ્દુલ્લા શાહિદના એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે;

“અબ્દુલ્લા શાહિદ, તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. અમે માલદીવ સાથેનાં અમારાં સંબંધોને નવી ઊંચાઈઓ હાંસલ કરતાં જોવાની તમારી ઇચ્છા ધરાવીએ છીએ.”

 

જમૈકાના પ્રધાનમંત્રી શ્રી એન્ડ્ર્યુ હોલનેસની એક પોસ્ટના જવાબમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે;

“પ્રધાનમંત્રી એન્ડ્ર્યુ હોલનેસનો આભાર. ભારત અને જમૈકાના સંબંધો સદીઓ જૂનાં લોકો વચ્ચેનાં સંબંધોથી ઘેરાયેલાં છે. હું અમારા લોકોના કલ્યાણ માટે તમારી સાથે મળીને કામ કરવા આતુર છું.”

 

બાર્બાડોસના પ્રધાનમંત્રી સુશ્રી મિયા એમોર મોટલીની એક પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે;

“પ્રધાનમંત્રી મિયા અમોર મોટલીનો આભાર. હું અમારા લોકોના કલ્યાણ માટે ભારત અને બાર્બાડોસ વચ્ચે મજબૂત ભાગીદારી માટે તમારી સાથે કામ કરવા આતુર છું.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version