Site icon

રેસ્ટોરન્ટની ભૂલથી થયો અર્થનો અનર્થ, પનીર લબાબદારની જગ્યાએ લખ્યું એવું કઈંક… વાંચીને તમે પણ ગુસ્સે થઈ જશો!

ખાણીપીણીની વાત કરીએ તો લોકોને પનીરમાંથી બનેલી અનેક પ્રકારની વાનગીઓ પસંદ હોય છે. પરંતુ એક રેસ્ટોરન્ટમાં પનીર લબાબદારને બદલે કંઈક બીજું જ લખવામાં આવ્યું હતું, જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

The restaurant wrote something like this instead of Paneer

રેસ્ટોરન્ટની ભૂલથી થયો અર્થનો અનર્થ, પનીર લબાબદારની જગ્યાએ લખ્યું એવું કઈંક... વાંચીને તમે પણ ગુસ્સે થઈ જશો!

News Continuous Bureau | Mumbai

જ્યારે પણ કોઈ રેસ્ટોરન્ટમાં જાય છે, ત્યારે તેની નજર સૌથી પહેલા મેનુ પર પડે છે. તેમાં એટલા બધા વિકલ્પો હોય છે કે ડિનર માટે શું ઓર્ડર આપવો તે વિચારવામાં ઘણો સમય લાગે છે. ઘણી વખત એવું પણ બને છે કે આ વાનગીઓના નામ પણ સમજાતા નથી. ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે, કે મેનુમાં વાનગીઓના નામ એટલા વિચિત્ર હોય છે કે તે વસ્તુ શું છે તે ખબર જ નથી પડતી. જો કે, હાલમાં જ આને લગતા એવા સમાચાર સામે આવ્યા છે, જે ઘણી ચર્ચાઓમાં છે.

Join Our WhatsApp Community

એક રેસ્ટોરન્ટે મેનૂમાં ફૂડ ડીશનું નામ લખતી વખતે ટાઈપોની એરર કરી દીધી. જેના કારણે અર્થનો અનર્થ થઈ ગયો અને લોકો તેને વાંચીને ગુસ્સે થઈ ગયા. તેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

શું છે આખી બાબત

ખાવાની બાબતમાં લોકોને પનીરથી બનેલી વાનગી ખૂબ પસંદ આવે છે. કારણ કે તેમાં અનેક વેરાયટી જોવા મળે છે. પનીરની વાનગીઓમાં કડાઈ પનીર, મટર પનીર, પનીર દો પ્યાઝા અને અન્ય ઘણી વાનગીઓનો સમાવેશ થાય છે. પનીરની વાનગી પનીર લબાબદાર પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ એક રેસ્ટોરન્ટે મેનુમાં પનીર લબાબદારને બદલે કંઈક બીજું લખ્યું હતું. આ વાંચીને કોઈને પણ ગુસ્સો આવશે. સોશિયલ મીડિયા પર તેની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Banking News : શું તમારું આ 13 બેંકોમાંથી કોઈમાં ખાતું છે? RBIએ લીધો ‘આ’ મોટો નિર્ણય

લબાબદારને બદલે લખ્યું લેબ્રાડોર

આ રેસ્ટોરન્ટમાં જેને પણ મેનૂ લખ્યું હશે, તેણે ઓટો-કરેક્ટમાં એક મોટી ભૂલ કરી દીધી. તેણે ખોટો વિકલ્પ પસંદ કરી લીધો. જે બાદ કોઈએ મેનુની તસવીર લીધી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. લેખિકા અને કોલમિસ્ટ નંદિતા અય્યરે ટ્વિટર પર આ તસવીર શેર કરી છે. તસવીર શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું, ‘ઓટો-કરેક્ટના જોખમો. રેસ્ટોરન્ટે લબાબદારને બદલે પનીર લેબ્રાડોર લખ્યું, જે કૂતરાની જાતિ છે.’ તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. લોકો કોમેન્ટ બોક્સમાં તેની સાથે જોડાયેલા મીમ્સ પણ શેર કરી રહ્યા છે

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version