ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 જુલાઈ 2020
કોરોનાને કારણે લોકડાઉન લાગુ થતાં તમામ લોકોના વ્યવસાય ઠપ્પ થઈ ગયાં છે. તેમાં દેહવ્યાપાર કરનાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આવા જ એક કિસ્સામાં, ભિવંડી શહેરના માનસરોવર રોડ ના રેડ લાઇટ વિસ્તારમાં રહેતી મહિલાઓ સાથે થયું છે. એક બાજુ ભૂખ અને બીજી તરફ કોરોના નો ભય. આ સમય દરમિયાન, એક સમાજીક સંસ્થા દેહવ્યવસાય કરતી મહિલાઓની મદદે આવી અને તેમને સ્વયં રોજગાર થી કમાતી કરી છે.
ગત પાંચ વર્ષથી વેશ્યાઓના સ્વાસ્થ્ય માટે કાર્યરત એવી એક સંસ્થા એ લોકડાઉન દરમ્યાન આ રુપજીવિનીઓને ત્રણ મહિનાનું રાશન વિતરણ કર્યું. સાથે જ, દેહવ્યાપાર કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ધૂપ-પેકિંગ અને સજાવટના ઘરેલુ વ્યવસાયની તાલીમ પણ અપી. પરિણામ એ આવ્યું કે પહેલા એક સ્ત્રી વેશ્યા વ્યવસાયમાંથી બહાર આવી અને ત્યાર બાદ 25 મહિલાઓનું જીવન સુધરી ગયું. આમ કોરોના ને કારણે રુપજીવિનીઓ ની જીંદગી સુધરી ગઈ...
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
