Site icon

વાહ શું વાત છે. ભુજના સુખપરમાં ગાયના ગોબરમાંથી વૈદિક લગ્ન ચોરી બનાવવામાં આવી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

ભુજના સુખી સંપન્ન ગામ સુખપરમાં બાંધકામનો વ્યવસાય ધરાવતા પાટીદાર કાંતિભાઈ ધનજીભાઈ કેરાઈના ઘરે દીકરી નિશાના લગ્નનું આયોજન કર્યું હતું.  સપ્તપદીના સાત ફેરા માટે પવિત્ર લગ્નબંધનને વધુ પાવન બનાવવા કન્યા અને પરિવારના સભ્યો દ્વારા ગાયના ગોબરમાંથી વૈદિક ચોરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વૈદિક ચોરી બનાવવા ખુદ કન્યાએ ખાસ ત્રણ દિવસની તાલીમ મેળવી હતી. આગળના દિવસે માંડવાની વિધિ સંપન્ન થયા બીજા દિવસે તેણીનો લગ્નવિવાહ યોજાયો હતો. કેરાઇ પરિવારનાં અનુસાર, દિકરીને નાનપણથી જ ગાય પ્રત્યે અપાર લાગણી રહી છે. છેલ્લા ૧૦ વર્ષથી ઘરે ૮ જેટલી ગાયોનું પાલન પોષણ પરિવારના દરેક સભ્ય દ્વારા ખુબ જ પ્રેમપૂર્વક કરવામાં આવી રહ્યું છે. તેથી સ્વાભાવિક પણે જ ગાય માટે અમને પ્રેમ છે. આ ભાવને વધુ મજબૂત કરવા મારી દીકરી નિશાએ જ લગ્નમાં વૈદિક લગ્ન ચોરી બનાવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેનો અમે સહર્ષ સ્વિકાર કર્યો હતો. લગ્નના સાત માસ પૂર્વે જ આકાર આપવાની શરૂઆત કરી હતી.  વૈદિક ચોરીના નિર્માણ માટે ગોબર તો ઘરે જ ગાયના ગમાણમાંથી મળી રહ્યું હતું. ચોરીના શણગાર તેમજ તોરણ અને લટકણીયા માટે ત્રિકોણ, વર્તુળ અને ગોળાકાર આકૃતિ બનાવાઈ છે. બાદમાં ૧૮ટ૧૫ ફૂટના સ્ટેજની અંદર ૧૨ટ૧૦ની ચોરીની ફ્રેમ તૈયાર કરાઈ છે. જેમાં ચારે તરફના સ્તંભ, નીચેનો ફ્લોર અને ઉપરની છત ગોબરમાંથી ઉભી કરી છે, જે સ્થળાંતરિત છે. પરંતુ નિર્માણ કાર્ય દરમિયાન સચોટ આકાર આપવા માટે મારા સિવિલ એન્જિનિયર બંન્ને પુત્ર અને પુત્રીએ ખાસ તાલીમ મેળવી હતી. એક ગૌ પ્રેમી પરિવાર દ્વારા ઘરની દીકરીના વિવાહને વધુ પવિત્ર બનાવવા ખાસ ગાયના ગોબરમાંથી વૈદિક લગ્ન ચોરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં વૈદિક ચોરી બનાવવા માટે વધુએ પોતે ખાસ તાલીમ મળેવી હતી. હિન્દુ ધર્મમાં ગાયને માતા ગણવામાં આવે છે. ગાયમાં ૩૩ કોટી દેવતાઓનો વાસ હોવાનું પોલીસ માને છે. ગાય પ્રત્યેનો પ્રેમ દર્શાવતો એક અનોખો કિસ્સો ભુજના સુખપર ગામે જાેવા મળ્યો હતો. જેમાં પતિ -પત્નીએ ગૌમાતા પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે અનોખી પહેલ કરી હતી.

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version