Site icon

બ્યૂટી ટિપ્સ- વાળને લાંબા અને મજબૂત કરવા આ તેલનો ઉપયોગ અવશ્ય કરો-મળશે ઘણા ફાયદા

News Continuous Bureau | Mumbai

આજકાલ બદલાતી જીવનશૈલી અને આહારના કારણે મોટાભાગના લોકો વાળની ​​સમસ્યાથી(hair problem) ઝઝૂમી રહ્યા છે. વાળને સ્વસ્થ અને સુંદર રાખવા માટે વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે. વાળ માટે તેલ ખૂબ જ ફાયદાકારક છે. વાળમાં તેલ લગાવવાથી વાળને પોષણ તો મળે જ છે સાથે સાથે રક્ત પરિભ્રમણ પણ(blood serculation) સુધરે છે. જેના કારણે વાળ લાંબા, જાડા અને મજબૂત બને છે. વાળમાં તેલ લગાવવાથી વાળ સ્વસ્થ રહે છે એટલું જ નહીં તણાવ દૂર કરવામાં પણ મદદ મળે છે. તેલ લગાવવાથી વાળમાં ડ્રાયનેસ, ડેન્ડ્રફ, ખરવાની અને વાળ તૂટવાની સમસ્યા રહેતી નથી. તેથી વાળમાં તેલ અવશ્ય લગાવવું જોઈએ. તો ચાલો જાણીએ આ તેલ વિશે જે વાળને લાંબા અને મજબૂત રાખવામાં મદદ કરે છે.

Join Our WhatsApp Community

1. આમળા તેલ

વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે આમળાના તેલનો(gooseberry oil) ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે આમળાના તેલમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે વાળને લાંબા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે.

2. નાળિયેર તેલ

વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે નાળિયેર તેલનો (coconut oil)ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે નાળિયેર તેલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે, જે ખોપરી ઉપરની ચામડીમાં બેક્ટેરિયા અથવા ફૂગની સમસ્યાને દૂર કરવામાં અને વાળને તૂટતા અટકાવવામાં મદદ કરે છે. વધુમાં, તેમાં ફેટી એસિડ હોય છે, જે વાળને પોષણ આપે છે. જેના કારણે વાળ લાંબા, જાડા, મજબૂત અને ચમકદાર બને છે.

3. બદામનું તેલ

વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે બદામના તેલનો(almond oil) ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે બદામના તેલમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટના ગુણ મળી આવે છે, જે વાળને પોષણ આપે છે, વાળને લાંબા અને મજબૂત બનાવે છે.

4. ઓલિવ તેલ

વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે ઓલિવ ઓઈલનો(olive oil) ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ઓલિવ ઓઈલમાં વિટામીન E, એન્ટી ઓક્સીડેન્ટ અને ઓલીક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે વાળને લાંબા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ચહેરા પર ચમક લાવવા કરો કાચા દૂધ નો પ્રયોગ -જાણો તેનો ઉપયોગ કરવાની રીત વિશે

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version