Site icon

ગોવાની આ પોલીટીકલ પાર્ટીએ રિયાલીટી શોનું શૂટિંગ અટકાવ્યું; વિડિયો થયો વાયરલ, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૬ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટમાં ૧૫ મે સુધી સરકારે કડક નિર્બંધો લગાવ્યા છે. તેથી ઘણા શૂટિંગ ગોવામાં થઈ રહ્યા છે.  ગોવામાં પણ કોરોનાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. સરકારે કોરોનાને કાબુ કરવા પ્રતિબંધો પણ લાદ્યા છે. તેવામાં ગોવાની પોલીટીકલ પાર્ટીએ એક રિયાલીટી શોનું શૂટિંગ અટકાવ્યું હતું.

ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રેસિડન્ટ અને ફટોરડા વિસ્તારના ભૂતપૂર્વ એમએલએ વિજય સરદેસાઈએ સાથે મળી મડગાવ વિસ્તારમાં ચાલી રહેલા કલર્સ મરાઠી પર પ્રસારિત થતા સિંગિંગ રિયાલીટી શો ‘સુર નવા ધ્યાસ નવા’નું શૂટિંગ અટકાવ્યું હતું.

વિજય સરદેસાઈએ પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર એક વિડિયો મુક્યો હતો જેમાં દેખાતું હતું કે શૂટિંગ વખતે કોરોના નિયમોનું પાલન થઈ રહ્યું ન હતું. તેમના ત્યાં અચાનક પહોચતા લોકોએ માસ્ક પહેર્યા હતા. ઉપરાંત સોશિયલ ડીસટન્સિંગનું પણ પાલન થતું ન હતું.

ઉલ્લેખનીય છે કે રિયાલીટી શો સુપર ડાન્સર અને ઇન્ડિયન આઈડલનું શૂટિંગ દમણમાં અને ડાન્સ દીવાનેનું શૂટિંગ બેંગ્લોરમાં શિફ્ટ કરવામાં આવ્યું છે.

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version