Site icon News Continuous Bureau | Mumbai

નવ લાખથી વધુ ફોલોવર્સ ધરાવતો ટિકટોક સ્ટાર નીકળ્યો રીઢો ચોર.. તેની મોડસ ઓપરેન્ડી જાણી તમેં પણ ચોંકી જશો.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

07 જાન્યુઆરી 2021 

મુંબઈમાં ડિસેમ્બરમાં અંધેરી (વેસ્ટ) માં આવેલી એક મોડેલ-એક્ટરના ફ્લેટમાંથી રોકડ અને સોનાની ચોરી થઈ હતી. પોલીસે આ કેસમાં ટિકટોક સ્ટારની ધરપકડ કરી ત્યારબાદ એનો ખુલાસો થયો છે. આ ટિકટોક સ્ટાર યુવકના સોશિયલ મીડિયા પર નવ લાખથી વધુ ફોલોઅર્સ હતા. 

28 વર્ષીય આરોપીએ પીડિત મોડેલને પહેલા ઓનલાઈન ફસાવી હતી. યુવતીને કહ્યું કે જ્યાં સુધી તેને ભાડાનો ફ્લેટ નહીં મળે ત્યાં સુધી તેની સાથે રહેવાની મંજૂરી આપે. ખુશ્બુ યુવતી સંમત થયા બાદ આરોપી યુવક તેની સાથે 12 દિવસ રહ્યો હતો. 

આ અંગે પીડિત યુવતીએ જણાવ્યું કે, 'કામના સંબંધમાં હું 18 થી 22 ડિસેમ્બર સુધી ભારતની બહાર હતી ત્યારે યુવક મારા ઘરે રોકાયો હતો. મેં જાન્યુઆરી 1 ના રોજ જોયું કે મારા ઘરેણાં અને રોકડની ચોરી થઈ છે. આ અંગે આરોપી ને પૂછતાં યુવકે કહ્યું કે પોલીસ ફરિયાદ ન કરો કારણ કે પોલીસ મારા મિત્રોને હેરાન કરશે. જોકે બાદમાં મેં પોલીસમાં ફરિયાદ કરી.' 

જ્યારે ઓશીવારા પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ જોયા, ત્યારે જાણવા મળ્યું કે એક શંકાસ્પદ મકાનમાં બુરખો પહેરીને આવ્યો હતો. જ્યારે તેના પગમાં પુરુષોના પગરખા પહેરેલાં જોયા ત્યારે પોલીસની શંકા વધુ તીવ્ર થઈ. 

પોલીસે યુવતીની નિશાનદેહી પર યુવકની બાઇકની સીટ નીચે છૂપાયેલ ચોરીનો મુદ્દામાલ મેળવ્યો હતો. પોલીસ મથકે આરોપીએ કહ્યું કે તેને પૈસાની જરૂર છે. આથી ચોરી કરી હતી. પોલીસે તેનો ભૂતકાળ તાપસતા જણાયું કે આ ટિકટોક સ્ટાર એક  રીઢો ગુનેગાર છે અને 2011 થી ઘણી વાર તેની ધરપકડ કરવામાં આવી છે.

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version