Site icon

ખૂબ જ કામનું – જો તમે નાની-નાની વાતો ભૂલી જાવ છો-તો આ વસ્તુથી દૂર થશે તમારી સમસ્યા

News Continuous Bureau | Mumbai

આજકાલ આપણી લાઈફસ્ટાઈલમાં (lifestyle) એટલો બધો બદલાવ આવી ગયો છે કે આપણે આપણી નાની નાની બાબતોને ભૂલી જવા લાગ્યા છીએ. શરૂઆતમાં લોકો નાની નાની વાતો ભૂલી જાય છે અને પછી ધીરે ધીરે આ સમસ્યા વધતી જ જાય છે. જો તમે પણ આવી જ કોઈ સમસ્યાથી પરેશાન છો તો તમારે તમારા સ્વાસ્થ્ય માટે થોડું સતર્ક રહેવું જોઈએ. આવી અફવા ઘણા લોકોમાં ફેલાઈ છે કે મેમરી લોસની (memory loss) સમસ્યા પેનિકનું કારણ બને છે, અમે તમને જણાવી દઈએ કે આવું કંઈ થતું નથી. જો કે જો આ સમસ્યા તમને વારંવાર થઈ રહી છે, તો તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ. તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

Join Our WhatsApp Community

યાદશક્તિને મજબૂત કરવા માટે અપનાવો આ ટિપ્સ

પૂરતી ઊંઘ લો

તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ, આમ કરવાથી તમારા મગજના સ્નાયુઓ રિલેક્સ થઈ જશે, જેથી તે પહેલા કરતા વધુ સારી રીતે કામ કરશે. એટલા માટે તમારે દરરોજ 8 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. આ તમને તમારી યાદશક્તિ વધારવામાં મદદ કરશે.

આ સમાચાર પણ વાંચો: બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી

કસરત કરો

જેમ તમે તમારા શરીરને ફિટ રાખવા માટે કસરત કરો છો, તેવી જ રીતે મનની કસરત પણ જરૂરી છે, જે મનને મજબૂત બનાવે છે. તેના માટે તમે ઓનલાઈન મેન્ટલ ગેમ રમી શકો છો, જેથી તમે તમારી નબળી યાદશક્તિની સમસ્યાને ઠીક કરી શકશો. આ ઉપરાંત તમે સુડોકુ પણ રમી શકો છો અથવા rubik cubeનો આનંદ પણ લઈ શકો છો.

અઠવાડિયા સમય સુધી કસરત જરૂર કરો

શારીરિક કસરત (Physical exercise) કરવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન (Blood circulation) બરાબર રહે છે. જેના કારણે તમારા મગજને પૂરતું લોહી અને પોષણ મળે છે. તેનાથી તમારું મગજ ઝડપથી કામ કરે છે. તેના માટે તમારે દર અઠવાડિયે ઓછામાં ઓછું 150 મિનિટનું મધ્યમ વર્કઆઉટ અથવા 75 મિનિટનું હાઈ ઈન્ટેન્સિટી વર્કઆઉટ કરવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો: Amazon Primeએ લોન્ચ કર્યો નવો વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પ્લાન- જાણો સંપૂર્ણ વીગત

હેલ્ધી ડાઈટ લો (healthy diet)

શરીરની સાથે સાથે મનને પણ સ્વસ્થ આહારની જરૂર હોય છે. તેના માટે તમારે તમારી ડાઈટમાં દરરોજ તાજા ફળો, બીન્સ, માછલી, લીલા શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આ સિવાય તમારે આલ્કોહોલ અને સ્મોકિંગથી પણ દૂર રહેવું જોઈએ.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version