Site icon

સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળામાં વધુ પડતો પરસેવો થવાની સમસ્યા થી પરેશાન હોવ તો અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય

News Continuous Bureau | Mumbai

ઉનાળાની ઋતુમાં (summer season) શરીરનું તાપમાન વધે છે, તેને સંતુલિત કરવા માટે ત્વચાની અંદર રહેલી પરસેવાની ગ્રંથીઓ (sweat) સક્રિય થઈ જાય છે અને શરીરમાં પરસેવો થવા લાગે છે. તે ત્વચાની કુદરતી ભેજ જાળવી રાખે છે. ઘણા હાનિકારક તત્વો પરસેવા દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે, તેથી ઉનાળાની ઋતુમાં થોડો પરસેવો થવો (sweating)  પણ જરૂરી છે. પરંતુ વધુ પડતા પરસેવાને કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું સ્તર ઘટી જાય છે, જેના કારણે વ્યક્તિ નબળાઈ અનુભવે છે. જેના કારણે લોકોને તેમના રોજિંદા કામકાજમાં પરેશાની થવા લાગે છે. ઓફિસમાં, ટ્રીપમાં, ટ્રાવેલ કરતી વખતે ઘણી વાર અકળામણ થાય છે. તો આ સમસ્યાનો અસરકારક ઉપચાર શું છે, ચાલો જાણીએ તેના વિશે.

Join Our WhatsApp Community

નિવારણ અને સારવાર

1. પરસેવાની દુર્ગંધથી બચવા માટે રાત્રે સૂતા પહેલા પાણી ભરેલા ટબમાં ફટકડીનો(fatakdi) થોડો પાઉડર નાંખો અને થોડીવાર માટે પગને તેમાં બોળી રાખો.

2. આ સમસ્યાથી બચવા માટે સારી ગુણવત્તાના ડીઓ અને ટેલ્કમ પાવડરનો (deo and telcom powder) ઉપયોગ કરો. હંમેશા સુતરાઉ અંડરગારમેન્ટ પહેરો અને દિવસમાં બે વાર સ્નાન કરો તેમજ અંડરગારમેન્ટ બદલો.

3. આર્મ પીટ માં  લીંબુ નો ટુકડો (lemon) ઘસવાથી પણ વધુ પડતા પરસેવાની સમસ્યાને દૂર કરવામાં કારગર સાબિત થશે.

4. ઉનાળામાં વાળની ​​સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે વધુ પડતા પરસેવાથી માથાની ચામડી (scalp skin)પર ફોલ્લીઓ ની સમસ્યા થઈ શકે છે.

5. તેનાથી બચવા માટે, દર બીજા દિવસે વાળ ધોવા માટે હળવા શેમ્પૂનો (mild shampoo)ઉપયોગ કરો. જો આ પ્રયાસોથી પણ રાહત ન મળે તો ત્વચારોગ વિજ્ઞાનીની સલાહ લો. આજકાલ દરેક સમસ્યાના નિરાકરણ માટે કેટલીક ખાસ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળામાં આમ પન્ના પીવાના છે ઘણા ફાયદા, જાણો તેના સ્વાસ્થ્ય લાભ વિશે

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version