Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: પરફ્યુમની સુગંધ ને લાંબો સમય ટકાવી રાખવા તેનો આ રીતે કરો ઉપયોગ ;જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ઉનાળાની (Summer) ઋતુમાં સૌથી મોટી સમસ્યા પરસેવાની છે. થોડો સમય તડકામાં બહાર ગયા પછી પરસેવો થવા  લાગે છે. જેના કારણે દુર્ગંધ આવે છે. ઉનાળામાં પરફ્યુમ લગાવવાનું કોને ન ગમે, તેની મીઠી સુગંધ તમને દિવસભર તાજી રાખે છે.સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પરફ્યુમ (perfume) લગાવ્યાના થોડા કલાકો પછી તેની સુગંધ ઓછી થઈ જાય છે અને મોટાભાગના લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેનાથી તમને હંમેશા સુગંધ આવતી રહેશે.

Join Our WhatsApp Channel

1. ભીની જગ્યા પર પરફ્યુમ ન રાખો

બાથરૂમમાં અથવા ઘરની કોઈપણ ભીની જગ્યાએ પરફ્યુમ ન રાખો. ભીની જગ્યાએ ગરમી અને ભેજ બંને પરફ્યુમની(Perfume) સુગંધને નષ્ટ કરી શકે છે.

2. સ્નાન પછી ઉપયોગ કરો

સ્નાન માટે શાવર જેલનો ઉપયોગ કરો. આખા શરીરને અમુક સુગંધિત જેલથી સાફ કરો અને શરીરને સાફ કર્યા પછી પરફ્યુમનો(Perfume) ઉપયોગ કરો. આનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહેશે.

3. પરફ્યુમ લગાવ્યા બાદ ઘસવું નહીં

કાંડા પર પરફ્યુમ (perfume)લગાવીને બીજા કાંડા પર ઘસવામાં આવે તો પરફ્યુમની સુગંધ છૂટી જાય છે અને લાંબો સમય ટકતી નથી.

4. શ્રેષ્ઠ ગુણવત્તા પરફ્યુમ ખરીદો

હંમેશા સારી ક્વોલિટીનું પરફ્યુમ ખરીદો. તમે ગુણવત્તા સાથે સમાધાન કરીને કેટલાક પૈસા બચાવી શકો છો, પરંતુ પરિણામ ભાગ્યે જ લાંબા સમય સુધી ચાલશે.

5. મોઇશ્ચરાઇઝર લગાવો

શુષ્ક ત્વચા પર સુગંધ લાંબો સમય ટકી શકતી નથી. આવી સ્થિતિમાં બોડી પરફ્યુમ લગાવતા પહેલા મોઈશ્ચરાઈઝર(moisturizer) લગાવવું યોગ્ય રહેશે. જો તમે ઇચ્છો તો પરફ્યુમ લગાવતા પહેલા ત્વચા પર પેટ્રોલિયમ જેલી પણ લગાવી શકો છો.પરફ્યુમ લગાવ્યા બાદ તેની સુગંધ લાંબા સમય સુધી રહેશે.

6. શરીરના આ ભાગ પર પરફ્યુમ લગાવો

આખા શરીર પર પરફ્યુમ લગાવવાને બદલે તેનો ઉપયોગ કાંડા, કોણી અથવા શરીરના અંદરના ભાગો પર કરવો જે ગરમ હોય છે. કાન પાછળ અને ગરદન પર પરફ્યુમ(perfume) જરૂર થી લગાવો..

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: શું ઉનાળામાં તમારા વાળનો ગ્રોથ અટકી ગયો છે? તો તેલ-શેમ્પૂ નહીં, આ સસ્તી વસ્તુનો કરો ઉપયોગ; જાણો તેને બનાવવાની અને ઉપયોગ માં લેવાની રીત વિશે

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version