Site icon

શું વોહટ્સએપમાં તમે ભૂલથી મેસેજ કે ફોટા મોકલી દીધાં છે અને એક કલાકથી વધુ સમય થઈ ગયો છે? તો ચિંતા નહીં કરતાં..નીચેની સિસ્ટમ ફૉલો કરો અને વર્ષો જુના ફોટા અને મેસેજ ડિલીટ કરી..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 સપ્ટેમ્બર 2020 

મોટાભાગના વ્હોટ્સએપ યુઝર્સને ખબર હશે કે કોઈ ટેક્સ્ટ મેસેજ કે અન્ય કોઈ પણ ફાઈલ ભૂલથી અન્ય યુઝર્સ અથવા ગ્રુપમાં સેન્ટ થઈ જાય તો તેને બંને તરફથી ડિલીટ કરવા માટે 'DELETE FOR EVERYONE' ઓપ્શન અવેલેબલ છે, પરંતુ તેની પોતીની લિમિટ પણ છે. આ ઓપ્શન મેસેજ સેન્ડ કર્યાના 1 કલાક સુધી જ એક્ટિવ રહે છે. ત્યારબાદ માત્ર 'DELETE FOR ME' જ ઓપ્શન એક્ટિવ રહે છે. જો તમારે 1 કલાક બાદ અથવા વર્ષો જૂના મેસેજ માટે 'DELETE FOR EVERYONE' ઓપ્શન યુઝ કરવો હોય તો અમે નીચે મુજબ ટ્રિક અજમાવી શકો છો..

# જો તમે બંને તરફથી મેસેજ ડિલીટ કરવા માગો છો તો તેના માટે આ સ્ટેપ ફોલો કરો…

1 સૌ પ્રથમ ઈન્ટરનેટ ઓફ કરી દો.

2 સેટિંગમાં જઈ APP પર ક્લિક કરો.

3 ત્યારબાદ Whatsapp પર ક્લિક કરો.

4 Whatsapp પર જઈને નીચેની તરફ Force Stop પર ક્લિક કરો.

5 હવે ફરી જે મેસેજ અથવા કોઈ પણ કન્ટેન્ટ ડિલીટ કરવું છે તેના પર જાઓ અને તે દિવસની તારીખ અને મેસેજનો ટાઈમ નોટ કરી લો, કારણ કે તે કામમાં આવશે.

6 ફરી સેટિંગમાં જઈ Date and time ઓપ્શન પર જાઓ. તેમાં Use Netowrk Provided Time Zone, Time Zone અથવા Automatic Date and time ઓપ્શન ઓફ કરો.

# નોંધ: ફોન પ્રમાણે આ ઓપ્શન અલગ અલગ હોઈ શકે છે

7 હવે અહીં તમારે Date ફરી સેટ કરવી પડશે, જે અગાઉ નોટ કરી મેસેજ ડિલીટ કરવાની Date (16 સપ્ટેમ્બર 2020) સબમિટ કરો.

8 આ જ રીતે ટાઈમ સેટ કરો. (ઉદાહરણ તરીકે 2:11pmનો મેસેજ ડિલીટ કરવાનો છે તો તેના 5થી 10 મિનિટ પહેલાંનો સમય સેટ કરો.

9 હવે ફરી વ્હોટ્સએપ પર જાઓ. તો 16 સપ્ટેમ્બરને બદલે Today જોવા મળશે.

10 હવે તમે મેસેજ ડિલીટ કરવા માટે લોન્ગ પ્રેસ કરશો તો તમને 'DELETE FOR ME'ને બદલે 'DELETE FOR EVERYONE'નો ઓપ્શન જોવા મળશે. હવે તમે 'DELETE FOR EVERYONE'ની પસંદગી કરી મેસેજ ડિલીટ કરી દો.

આ રીતે તમે વર્ષો જૂના મેસેજ પણ ડિલીટ કરી શકો છો. ધ્યાન રાખો કે જે દિવસનો મેસેજ ડિલીટ કરવા માગો છો તે યાદ તારીખ યાદ રાખવી જરૂરી છે, તેને નોટ કરી ઉપર જણાવેલા સ્ટેપ ફોલો કરો

11 ડિલીટ કર્યા પછી ઈન્ટરનેટ ઓન કરી ફરી Date and time પર જઈ આજની ડેટ અને ટાઈમની પસંદગી કરવાનું ન ભૂલો.

# નોંધ: આ ટ્રિક વ્હોટ્સએપનાં લેટેસ્ટ વર્ઝન પર જ કામ કરશે, તેથી વ્હોટ્સપ અપડેટ કરવાનું ન ભૂલો.

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version